જસદણના ખોડીયાર ગરબા મંડળના સભ્યોનું ૨૩ વર્ષથી અનેરું કાર્ય
હરિ હીરપરા દ્વારા જસદણ
તા.૧૬
જસદણના હીરપરા પરિવારના સભ્યો દ્વારા છેલ્લાં ૨૩ વર્ષથી ઍક અનેરું કાર્ય કરી સમાજને નવી રાહ ચીંધી રહ્યું છે ખોડીયાર મંડળના સભ્યો દ્વારા સમાજના સારા માઠા પ્રસંગોમાં સભ્યો દ્વારા ગરબા અને કીર્તન યોજવામાં આવે છે એમાં યજમાન દ્વારા અપાતી રોકડ રકમનો ઉપયોગ પક્ષીઓની ચણ માટે થાય છે તેથી ખોડીયાર મંદિર, રામેશ્વર મંદિર, બીલિયા મહાદેવ મંદિર, ભીમ કુંઇ જેવા અનેક સ્થળોએ પક્ષીઓને ચણ નાખવામાં આવે છે ખાસ કરીને જસદણના પટેલ સમાજનાં યુવાનો હાલ પવિત્ર શ્રાવણમાસ ચાલી રહ્યો છે
ત્યારે પાર્થેશ્વર શિવલિંગની પુજાના અનુષ્ઠાનમાં સભ્યો લીન છે ત્યારે ખોડીયાર ગરબા મંડળના સભ્યો છેલ્લાં ૨૩ વર્ષથી એક અનેરું કાર્ય કોઈ શોરબકોર કર્યા વગર ચૂપચાપ પૂણ્યનું ભાથું બાંધી તેમની યશ કલગીમાં વધું એક પીંછુ ઉમેરી રહ્યાં છે
ત્યારે તેમની સમાજમાં થતાં સદ્દકાર્યોમાં એક ખરાં અર્થમાં નોંધ લેવામાં આવી છે.
પટેલ હરિભાઈ વેલજીભાઈ હીરપરા જસદણ મો.9723499211
Tags:
News