જસદણનિયન્સને જન્માષ્ટમી પર્વની શુભેચ્છા પાઠવતાં વિજયભાઈ રાઠોડ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૧૮
જસદણ જીઆઇડીસી એસોસિએશન અને જસદણ શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડ એ જસદણના નાગરિકોને જન્માષ્ટમીની શુભકામના પાઠવી જણાવ્યું હતું કે કાલે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી છે
અને ગુજરાતના દરેક ભાવિકો શ્રી કૃષ્ણમય બનશે આ પર્વ પ્રકૃતિ સાથે પ્રેમનો સબંધ સજીવન કરતો જનઉત્સવ છે શ્રી કૃષ્ણ જીવનદર્શન આજે પણ પ્રસ્તુત છે ત્યારે જન્માષ્ટમી પર્વ જસદણના દરેક નાગરિકો સ પરિવાર સાથે આનંદ ઉલ્લાસથી ઉજવે અને મન મૂકીને માણે એવી શુભકામના જસદણવાસીઓને પાઠવી અને રાજ્ય સરકારની દરેક ગાઈડલાઈનનું અક્ષરસ પાલન કરે એમ જણાવ્યું હતું.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
birthday