અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણ નગરપાલિકા દ્વારા શુક્રવારે કરોડો રૂપિયાના વિકાસના કામોનું ખાત મુહૂર્ત

જસદણ નગરપાલિકા દ્વારા શુક્રવારે કરોડો રૂપિયાના વિકાસના કામોનું ખાત મુહૂર્ત
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૨૭
જસદણ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારના ૪૦ સીસી રોડ, આટકોટ રોડ પર આવેલ પાટીદાર શૈક્ષણિક ભવન તેમજ ઇદગાહ પાસે સર્વિસ રોડ પર પેવરબ્લોક રોડનું કામ, કમળાપુર રોડ પર બંને બાજુ સ્ટોમ વોટર ડ્રીમ તેમજ ફૂટપાથ, વિછીયા રોડ પર ડિવાઈડર તેમજ સ્ટ્રીટ લાઈટ, દલિત સ્મશાન ખાતે દિવાલ તેમજ પેવર બ્લોક, કબ્રસ્તાન ખાતે પેવર બ્લોક તેમજ વર્ષોથી જેનો પ્રશ્ન હતો 
એવા લોહિયાનગર બ્રિજનું લોકાર્પણ નગરપાલિકાના પ્રમુખ, ઉપ પ્રમુખ, કારોબારી ચેરમેન તેમજ સદસ્યો, જસદણ શહેર , જસદણ તાલુકો,રાજકોટ જીલ્લા ના તમામ સંગઠનના હોદ્દેદારો તેમજ પ્રદેશના નેતાઓની હાજરીમાં અંદાજે સાડા પાંચ કરોડ રૂપિયાના કામનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું 
જેમાં બહોળી સંખ્યામાં આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે નોંધનીય છે કે જસદણ નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલિયા જ્યારથી પ્રમુખ તરીકે ચુંટાયા ત્યારથી દરેક સામાન્ય ખાસ સભામાં અનેક વિકાસના કાર્યો હાથ ધર્યા હતા જેમાં ભાજપ અને કોંગ્રેસના દરેક ચૂંટાયેલા સદસ્યોએ દરેક કામોમાં હકારાત્મક અભિગમ દર્શાવી પ્રમુખના દરેક એજન્ડાઓમાં સાથ સહકાર આપ્યો હતો એની નોંધ છે ક ગાંધીનગર થી દિલ્હી દરબાર સુઘી લેવામાં આવી છે અને સભ્યોના સાથ સહકાર પ્રદેશ ભાજપના તમામ સંગઠન અને સ્થાનિક નેતાઓનો પણ પ્રમુખે આભાર વ્યક્ત કર્યો હતો.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું