સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે શ્રવણ મહિનાના છેલ્લા શનિવારે દાદાને ભવ્ય મીઠાઈનો અન્નકૂટ ધરાયો
સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે શ્રવણ મહિનાના છેલ્લા શનિવારે દાદાને ભવ્ય મીઠાઈનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં દાદાના દર્શને હરિ ભક્તો ઉમટી પડ્યા હતા.
બોટાદ જિલ્લાનું વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી દાદાનું આ ધામ અહીં ખૂબ મોટી સંખ્યામાં હરિ ભક્તો આવી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. ત્યારે મંદિર વિભાગ દ્વારા આખો શ્રાવણ માસમાં શનિવારના દિવસે અલગ અલગ અન્નકૂટ ધરવાનું આયોજન કરવામાં આવેલ છે. જેને લઈ આજે શ્રાવણ મહિનાના છેલ્લા શનિવાર હોય ત્યારે હનુમાનજી દાદાને અલગ અલગ પ્રકારની મીઠાઈનો ભવ્ય અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. અન્નકૂટના દર્શન અલોકીક જોવા મળતા હરિ ભક્તોમાં પણ દાદાના આવા મીઠાઈ સાથેના શણગાર વચ્ચે દર્શન કરી ભક્તોએ ધન્યતા આભુવી હતી.