અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

બોટાદના શિક્ષક વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયાના સન્માનપત્રથી સન્માનિત થયા : Botad News

બોટાદના શિક્ષક વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયાના સન્માનપત્રથી સન્માનિત થયા

અંગદાન માટે લોકોમાં જાગૃતિ આવે એ માટે 3 જુન 2022 ના રોજ સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં મંતવ્ય ન્યુઝ દ્વારા સૌથી મોટો સાકલોથોન નામે ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 50 હજાર સાયકલોની ભવ્ય ઐતિહાસીક 15 કી.મી સુધી રેલી યોજી હજારો લોકોને અંગદાન મહાદાન એ વિચાર સાથે જોડ્યાં હતાં.

બોટાદના શિક્ષક વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયાના સન્માનપત્રથી સન્માનિત થયા

બોટાદ જિલ્લાનું ગૌરવ અને શ્રેષ્ઠ સ્ટેજ સંચાલક કવિ લેખક કોલમિષ્ટ તેમજ શ્રેષ્ઠ શિક્ષક એવા ચાચરિયા પ્રાથમિક શાળાના શિક્ષક પ્રવીણભાઈ ખાચરને આ રેકોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે બોટાદમાં આ ભવ્ય આયોજન કરનાર પત્રકાર અને સૌરાષ્ટ્ર નાદ અને મંતવ્ય ન્યુઝના ગજેન્દ્રભાઈ ખાચરને પણ આ વર્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયાનું સન્માનપત્ર એનાયત થયું છે.

દેશપ્રેમની દિવ્ય ભાવનાના દર્શન કરાવતાં 7500 તિરંગાનુ વિતરણ કરવાનો ભવ્ય કાર્યક્રમ દાદાના ધામમાં જિલ્લા વહિવટી પ્રશાસનની હાજરીમાં રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન બોલીવુડ ફિલ્મ સ્ટાર નીલ નિતિન મુકેશ ઉપસ્થિત રહ્યાં હતા.

વધુ નવું વધુ જૂનું