જસદણમાં પાર્કિંગ કરેલ બે ઇકો કારમાં સાયલન્સરની ચોરી
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાં આબેંડકરનગર, અને શિવશકિત સોસાયટી આ બે વિસ્તારમાં પોતાનાં ઘર પાસે પાર્કિંગ કરેલ ઈકો કારમાંથી કોઈ અજાણ્યા તસ્કરોએ સાયલેન્સર કાઢી જુનું ફીટ કરી ગયાની જાણ જસદણ પોલીસ મથકમાં થઈ છે
જાણવા મળ્યાં મુજબ શહેરના આંબેડકરનગર વિસ્તારમાં રહેતા ઇન્દિરાબેન, અને શિવશકિત સોસાયટીમાં રેહતા રેખાબેન નામની મહિલાઓના ઇકોકારમાંથી કોઈ અજાણ્યા તસ્કરોએ સાયલેન્સર કાઢી ગયું હતું જસદણમાં આ નવતર પ્રકારની ચોરી થતાં ભારે ચર્ચા અને ચકચાર જગાડી છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352