જસદણનું તળાવ ભાજપની સરકાર દ્વારા ભરાશે વિજયભાઈ રાઠોડ દ્વારા આવકાર
જસદણ શહેરને પીવા માટે અને શહેર સહીત સાત ગામોને પીવા માટે પાણી પૂરું પાડતું બાખલવડ ગામે આવેલ આલણ સાગર તળાવમાં સરકારની સૌની યોજના દ્વારા ભરવામાં આવતાં આ અંગે જસદણ જીઆઇડીસી એસોસિએશન અને જસદણ શહેર ભાજપ યુવા બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી વિજયભાઈ રાઠોડએ આવકાર આપ્યો છે
તેમણે જણાવ્યું હતું કે કુદરતની મેઘમહેરથી આ તળાવની સપાટી ૨૯ ફૂટની થઈ છે ૩૨ ફૂટની સપાટીએ આ તળાવ ઓવરફલો થાય છે ત્યારે સરકારની સૌની યોજના દ્વારા હાલમાં તળાવમાં ત્રણ ફૂટ પાણી બાકી છે તે ભરવાની કાર્યવાહી તંત્રના અધિકારીઓ દ્વારા ચાલી રહી છે ત્યારે આ પાણીથી સાત ગામના ખેડૂતોને રવિપાક માટે જબરો ફાયદો થશે વિજયભાઈએ વધુમાં જણાવ્યું હતું કે જસદણ શહેર ઉપરાંત અન્ય બે ગામોને આ તળાવમાંથી પીવા માટે પાણી મળી રહ્યું છે
ત્યારે જે તે સમયના ગુજરાતનાં મુખ્યમંત્રી અને હાલ દેશના ડાયનેમિક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં સુજલામ સુફલામ્ યોજના અને સૌરાષ્ટ્રમાં સૌની યોજના અમલમાં મુકી તે અત્યારે જસદણ પંથકનાં હજજારો પ્રજાજનો અને ખેડુતોને કામે લાગી છે આગામી શિયાળામાં સાત ગામના ખેડૂતોને રવિપાક માટે કરોડો રૂપિયાનો ફાયદો કરાવશે એમ ભાજપના યુવા આગેવાન વિજયભાઈ રાઠોડએ અંતમાં જણાવ્યું હતું અત્રે નોંધનીય છે કે જસદણના બાખલવડ ગામે આવેલ આલણ સાગર તળાવ ઈસ્વીસન ૧૯૦૦ ની સાલમાં એટલે કે ૧૨૨ વર્ષ પહેલાં પ્રજા વત્સલ રાજવી આલાખાચર બાપુએ પ્રજા અને ખેડુતોની સુખાકારી માટે બનાવેલ હતું આજે આટલાં વર્ષો પછી પણ આ તળાવ લાખો જસદણ પંથકવાસીઓને સોનાની લગડી સમાન પુરવાર થઈ રહ્યું છે હાલ સરકારની સૌની યોજના અંતર્ગત પાણી છોડવામાં આવતાં સાત ગામના ખેડૂતો અને હજજારો પ્રજાજનોમાં હૈયે આનંદ છવાયો છે.
તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ
Tags:
News