અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

રાજકોટમાં હોસ્ટેલ બનાવવા મુખ્યમંત્રીને પત્ર પાઠવતા દુરૈયા મુસાણી

રાજકોટમાં હોસ્ટેલ બનાવવા મુખ્યમંત્રીને પત્ર પાઠવતા દુરૈયા મુસાણી

અરજદાર: દુરૈયા એસ મુસાણી, ભગવતીપરા, રાજકોટ
માનનીય મુખ્યમંત્રીશ્રી
ભૂપેન્દ્રભાઈ પટેલ, ગાંધીનગર
સવિનય જય ભારત ગુજરાત સાથ જણાવવાનું કે હું રાજકોટમાં સામાજિક કાર્યકર છું ગુજરાત ખાસ કરીને સૌરાષ્ટ્રમાં રાજકોટ શહેરમાં આપની સરકાર તરફથી અનેક વિકાસના કાર્યો થયાં પણ રાજકોટ શહેરમાં દાઉદી વ્હોરા સમાજના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ માટે આપની સરકાર દ્વારા કોઈ હોસ્ટેલ નથી પરિણામે આ સમાજના વિદ્યાર્થઓને આ શહેરમાં અભ્યાસ માટે રહેવા ખુબ જ તકલીફ પડે છે સૌરાષ્ટ્રનું મુખ્ય મથક રાજકોટ છે આ જીલ્લા લેવલના શહેરમાં જસદણ, વીંછિયા, જેતપુર, ધોરાજી, ઉપલેટા, ગોંડલ, કોટડાસાંગાણી જેવા અનેક તાલુકાના દાઉદી વ્હોરા સમાજના વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓ રાજકોટ અભ્યાસ માટે આવે છે પણ સરકાર દ્વારા કોઈ હોસ્ટેલની વ્યવસ્થા ન હોવાથી વિદ્યાર્થીઓના વાલીઓને ભારે આર્થિક ભીંસ વધી જાય છે સાહેબ વ્હોરા સમાજમાં મોટાં ભાગનાં પરિવારો પોતાનું ગુજરાન માંડ માંડ ચલાવે છે એમાંય કોરોનાકાળથી લોકોના વેપાર રોજગારમાં પણ સરખું આવ્યું નથી એમાંય મોંઘવારીને કારણે લોકોની હાલત એક સાંધો તો તેર તુટે એવી હાલત છે ત્યારે રાજકોટમાં અન્ય સમાજની અનેક હોસ્ટેલ છે પણ દાઉદી વ્હોરા સમાજની એકપણ હોસ્ટેલ ન હોવાથી વિધાર્થીના વાલીઓએ રીતસરના ભિખારી બનવું પડે એવાં સંજોગો વચ્ચે આપ સાહેબ સૌરાષ્ટ્રમાં વિવિઘ ગામોથી રાજકોટ અભ્યાસ માટે આવતા દાઉદી વ્હોરા સમાજના વિધાર્થીઓ માટે ચૂંટણી પૂર્વે એક હોસ્ટેલ ખોલી આપો તો આ સમાજનાં વિધાર્થી અને તેમના વાલીઓ આજીવન યાદ કરશે હાલના સમયમાં ભણતર ખુબ જ જરૂરી છે જે પૈકી ગરીબ વાલીઓના ગજા બહારની વાત છે જો આપના થકી રાજકોટમાં હોસ્ટેલ નિર્માણ પામે તે ખુબ જ જરૂરી છે કારણ કે રાજકોટમાં દરેક સમાજની હોસ્ટેલ છે પણ દાઉદી વ્હોરા સમાજની એકપણ હોસ્ટેલ નથી આપના તરફથી આશા સાથે જય જય ગરવી ગુજરાત
દુરૈયા એસ મુસાણી રાજકોટ
મો.8485919752
વધુ નવું વધુ જૂનું