અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

આટકોટ પોલીસે સાણથલી ગામે દુકાનમાં ચોરી કરનાર તસ્‍કર ત્રિપુટીને ઝડપી લીધીનવનિયુકત પીએસઆઇ જે.એચ.સીસોદીયાની ટીમને સફળતાઃ ચોરાઉ મુદામાલ કબ્‍જે

આટકોટ પોલીસે સાણથલી ગામે દુકાનમાં ચોરી કરનાર તસ્‍કર ત્રિપુટીને ઝડપી લીધી
નવનિયુકત પીએસઆઇ જે.એચ.સીસોદીયાની ટીમને સફળતાઃ ચોરાઉ મુદામાલ કબ્‍જે

જસદણના સાણથલી  ગામે ત્રણ દુકાનોમાં ચોરી કરનાર તસ્‍કર ત્રિપુટીને આટકોટ પોલીસે ઝડપી લઇ ચોરીનો ભેદ ઉકેલી નાખ્‍યો હતો.
જસદણના સાણથલી ગામ ત્રણ દુકાનોમાં ચોરી કરનાર બાબુ ઉર્ફે નાગરાજ ચોથાભાઇ ખસીયા, સુભાષ સુભલો માનસીંગ મકવાણા રહે. પોલાપર રોડ જસદણ તથા હરજી ઉર્ફે કાળુ જેમાભાઇ વાસાણી રે. અમરાપુર તા. વિંછીયાને આટકોટના નવનિયુકત પીએસઆઇ જે.એચ.સિસોદીયાની ટીમે ઝડપી લઇ આકરી પુછતાછ કરતા સાણથલીની ત્રણ દુકાનોમાં ચોરી કર્યાની કબુલાત આપી હતી. પોલીસે ત્રણેય પાસેથી ર૬ હજારનો ચોરાઉ મુદામાલ કબજે કર્યો હતો. આ તસ્‍કર ત્રિપુટી અન્‍ય કોઇ ચોરીમાં સંડોવાયેલ છે કે કેમ? તે અંગે તપાસ કરવા ત્રણેયને રીમાન્‍ડ પર લેવા તજવીજ હાથ ધરાઇ છે. 
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું