અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણમાં આગામી બુધવારે કોળી જ્ઞાતિના ઉત્કર્ષ માટે જસદણ વીંછિયા તાલુકાનું સંમેલન યોજાશે

જસદણમાં આગામી બુધવારે કોળી જ્ઞાતિના ઉત્કર્ષ માટે જસદણ વીંછિયા તાલુકાનું સંમેલન યોજાશે
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ તાલુકાના બાખલવડ ગામે આગામી તા.૨૧ ને બુધવારના રોજ બપોરે ત્રણ કલાકે એક વિશાળ મેદાનમાં જસદણ તાલુકા કોળી સમાજના પ્રમુખ શામજીભાઈ ડાંગરની અધ્યક્ષતા હેઠળ ઍક કોળી સમાજનું સંમેલન યોજવામાં આવશે 
જેમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં કડાકા ભડાકાના નિર્દેશો સાંપડી રહ્યા છે સૌરાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓને લઈ ભારે રાજ્કીય ગરમાવો જોવા મળી રહ્યો છે જસદણમાં કોળી સંમેલન યોજાય રહ્યું છે ત્યારે તે અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે પાટીદાર સમાજ કરતાં વધું મતદારો ધરાવતાં કોળી સમાજના ગઢમાં જ આ સંમેલન યોજાશે તે પૂર્વે ભારે હલચલ મચી જવા પામેલ છે આ અંગે જસદણ તાલુકા કોળી સમાજના પ્રમુખ શામજીભાઈ ડાંગર (મો.9426225310) એ જણાવ્યું હતું કે સમસ્ત બાખલવડ કોળી સમાજના આ સંમેલનમાં જસદણ વીંછિયા તાલુકાના કોળી સમાજના વિદ્યાર્થીઓ અને અન્ય સમાજના કેટલાંક પડતર પ્રશ્નોની કેટલીક બાબતોની ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે સમાજના લોકોને ભવિષ્યમાં કોઈ તકલીફ કે હાલાકી વેઠવી ન પડે એવાં સમાજના પડતર અને યોગ્ય પ્રશ્નોની ચર્ચા અને એનું નિરાકરણ એ સમેલનનો મુખ્ય ઉદ્દેશ છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું