જસદણના મોતીચોક કા રાજા પંડાલમાં કાલે ગજરાજને અન્નકોટ ધરવામાં આવશે
હરિ હીરપરા દ્રારા જસદણ
જસદણના મોતીચોકમાં છેલ્લાં ૧૫ વર્ષથી બિરાજતાં ગણપતિ બાપ્પાના પંડાલમાં ગણેશચોથથી ભાવિકોની ભીડ જામી રહી છે સવાર સાંજ આરતીમાં માનવ કીડિયારું ઉભરાય રહ્યું છે અને અવરજવર કરતાં રાહદારીઓ, વાહનચાલકો દાદાને ભાવવંદના કરી રહ્યાં છે મોતીચોકના યુવા વેપારી મિત્ર મંડળ દ્વારા આ પંડાલમાં રાત દીવસ કોઈ શ્રદ્ધાળુઓને હાલાકી ન પડે તે માટે દર વર્ષે અનેરું આયોજન કરે છે ત્યારે આવતી કાલે ગણપતિ બાપ્પાને અન્નકોટ ધરવામાં આવશે દર્શન માટે પધારવા શહેરીજનોને આયોજક મોતીચોક મિત્ર મંડળએ ભાવભીનું જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.
પટેલ હરિભાઈ વેલજીભાઈ હીરપરા જસદણ મો.9723499211