WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણમાં વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત કરોડો રૂપિયાના વિકાસના કામો હાથ ધરાયા

જસદણમાં વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત કરોડો રૂપિયાના વિકાસના કામો હાથ ધરાયા
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૧૨
જસદણ વહીવટી તંત્ર દ્વારા આજે શહેરના માર્કેટયાર્ડ ખાતે પ્રત્યેક લોકો સુધી લાભો સેવાઓ પહોંચે તે માટે એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં સરકારની છેવાડાના લોકો સુધીની માહિતી આપવા ઉપરાંત કરોડો રૂપિયાના વિકાસના કામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ જેવા અનેક લોકાભિમુખ કાર્યક્રમો હાથ ધરાયા હતાં આ પ્રસંગે જસદણ પ્રાંત કચેરીના વિવિધ અધિકારીઓ, કર્મચારીઓ ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયા જસદણ નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન રૂપારેલિયા, સદસ્યો રાજકોટ જીલ્લા પંચાયત સદસ્યો અને ભાજપના વિવિઘ સંગઠનોએ આ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો આ તકે જસદણ નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલિયાએ પત્રકારોને જણાવેલ કે જસદણમાં રાજ્યની ભાજપ સરકાર દ્વારા કરોડો રૂપિયાના વિકાસના કામો થયાં છે અને હજું થવાના છે વીસ વર્ષ પહેલાં જ્યાં બંજર જમીન હતી ત્યાં આજે હરિયાળી છવાઈ છે જસદણમાં જે વિકાસ થયો તે કેન્દ્ર સરકારના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આભારી છે ખાસ કરીને જસદણના વિકાસમાં કુંવરજીભાઈ બાવળિયા, ડો. ભરતભાઈ બોઘરા તેમજ પ્રદેશ થી માંડી છે ક જિલ્લા સુધીના સંગઠનોનો મહત્વનો ભાગ ભજવ્યો છે. એમનાં થકી જ જસદણના ઈતિહાસમાં ન થયાં હોય એટલાં વિકાસના કાર્યો થયાં છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો