જસદણના આટકોટમાં વીજશોક લાગતાં ગોંડલના ફરસાણના ધંધાર્થીનું મોત
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૧૩
જસદણના આટકોટમાં ૪૩ વર્ષીય એક ફરસાણના ધંધાર્થીનું મોત નિપજતાં બાવાજી પરિવારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ જસદણના આટકોટ બસ સ્ટેન્ડ નજીક ફરસાણની લારી ધરાવતાં કોશિક ધીરજભાઈ નિમાવત નામનો પોતાની ફરસાણની લારી ખોલતો ત્યારે તેઓ કોઈ કારણોસર ઇલે બોર્ડમાં પિન ભરાવવા જતો ત્યારે અચાનક વીજ કરંટ લાગતાં તેઓનું ધટના સ્થળે મુત્યુ થયું હતું આ ધટના બનતાં તેમના ગોંડલ સ્થિત પરિવારમાં હૈયાફાંટ રૂદન થયું હતું. કૌશિક એ આટકોટમાં થોડો સમય પહેલાં ગાંઠિયાની લારી શરૂ કરી હતી અને ગોંડલથી અપડાઉન કરતો હતો આ બનાવની વધુ તપાસ આટકોટ પોલીસે હાથ ધરી છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352