અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

રાજકોટ દાઉદી વ્હોરા સમાજ સેવાના બહેનોનું પ્રેરક કાર્ય: ટુંકા સમયમાં વિનામુલ્યે મેરેજ બ્યુરો ખોલશે

રાજકોટ દાઉદી વ્હોરા સમાજ સેવાના બહેનોનું પ્રેરક કાર્ય: ટુંકા સમયમાં વિનામુલ્યે મેરેજ બ્યુરો ખોલશે
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૧૪
રાજકોટમાં નાત જાતના કોઈ ભેદભાવ વગર છેવાડાનાં લોકો સુઘી પોતાની વર્ષોથી નિઃસ્વાર્થ વિવિઘ સેવાઓ આપતી દાઉદી વ્હોરા સમાજની બહેનોની સંસ્થા રાજકોટ દાઉદી વ્હોરા સેવા ગ્રુપની બહેનો હવે પોતાની એક નવી સેવા રાજકોટના સિમાડામાંથી બહાર નીકળી ગુજરાતભરમાં પોતાની સેવાની સુગંધ પ્રસરાવશે 
આ અંગે સેવા સમાજ ગ્રુપના દુરૈયાબેન મુલ્લાં શિરાઝભાઈ મુસાણી એ જણાવ્યું હતું કે દાઉદી વ્હોરા સમાજમાં યુવક યુવતીઓને પોતાનો જીવનસાથીની પસંદગી બાબતે અને તે અંગે યોગ્ય માહિતી મળી રહે તે અંગે યોગ્ય જે જરૂરી ગણાય એવું એકપણ પ્લેટફોર્મ ન હોવાથી સગાઈ લગ્નમાં અનેક ખામીઓ રહી જાય છે 
પરિણામે સમાજમાં સગાઈ લગ્ન તૂટવાની શક્યતા છે ત્યારે અમે બહેનો આ બાબતે એક કિલિયરક્ટ મેરેજ બ્યુરો રાજકોટમાં ખોલીશું જેમાં કોઈપણ જાતની રોકડ કે ભેટ સોગાદ વગર વિનામુલ્યે દાઉદી વ્હોરા સમાજના યુવક યુવતીઓ માટે પોતાનાં બાયોડેટા મંગાવી એકબીજાને અનુકુળ પડે ગુજરાતભરના બન્ને પરિવારોને અમો સાથે બેસી બન્નેના સગપણ કરાવશું દુરૈયાબેનએ વધુમાં જણાવ્યું હતું કે દાઉદી વ્હોરા સમાજના ઘણાં ગરીબ પરિવારો છે તે પોતાનાં સંતાનો માટે લગ્ન માટે પાત્ર મેળવવા માટે આજની મોંઘવારીમાં ખર્ચ પણ કરી શકતાં નથી અને પોતાનું પાત્ર મેળવવા માટે અન્ય પણ ઘણી અગવડો પડે છે એને ધ્યાને રાખી ટૂંકા ગાળામાં રાજકોટમાં એક ઓફિસ ખોલશું જેમાં અઠવાડિયામાં એક દિવસ ફાળવશું હાલ પુરતા સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના દરેક ગામમા વસતાં દાઉદી વ્હોરા સમાજના દરેક યુવક યુવતીઓના વડીલો પોતાનો મોબાઈલ નંબર પુરા નામ સરનામાં સાથે સંપૂર્ણ સાચી વિગત ભરેલ
બાયોડેટા અને એક લગ્ન ઇચ્છુકનો ફોટો ફોટો પર નામ લખી વ્હોટ્સ એપ નંબર (8485919752) પર લખી મોકલી આપે પછી અમે આગળ જે યુવતીને યુવક પસંદ કરશે તેનાં વાલીઓને જાણ કરી અમારાં જ ખર્ચે બન્ને પરિવારોને રાજકોટ બોલાવશું
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું