અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણ એટીએમમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો: બે આરોપીઓ પકડાયા

જસદણ એટીએમમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો: બે આરોપીઓ પકડાયા 

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાં ગયા મહિને ઍટીઍમમાંથી રૂ. ૧૭,૩૩,૦૦૦ની ચોરીનો બનાવ બન્યો હતો. આ ચોરીનો ભેદ રાજકોટ શહેર ઍસઓજીઍ ઉકેલી નાખી બે શખ્સોની ધરપકડ કરી છે. આ બનાવમાં પોલીસની પુછતાછ બાદ આપઘાત કરી લેનાર ઍટીઍમ લોડર તરીકે કામ કરતાં રાજકોટના બાવાજી યુવાને જ મિત્રોને ચોરી કરવાની ટીમ આપી ઍટીઍમની ચાવી અને પાસવર્ડ આપ્યાનું ખુલ્યું છે.
જસદણમાં ખાનપર રોડ પર ગીતાનગરમાંઆવેલા બેંક ઓફ બરોડાના ઍટીઍમ મશીનનું લોક ખોલી પાસવર્ડનો ઉપયોગ કરીને ચોરી કરવામાં આવી હોઇ જાણભેદૂની સંડોવણીની શંકાઍ જે તે વખતે જસદણ પોલીસે ત્રણેક શકમંદોને પુછતાછ માટે ઉઠાવ્યા હતાં. જે પૈકી સિક્યોર વેલ્યુ નામની કંપનીમાં ઍટીઍમ લોડર તરીકે નોકરી કરતાં રાજકોટ બેડીનાકા ટાવર પાસે કાચબા મંદિરમાંરહેતાં જયપુરી અતુલપુરી ગોસ્વામી (ઉ.વ.૨૨)ની પણ જે તે વખતે જસદણ પોલીસે પુછતાછ કરી હતી. ઍ પછી આ યુવાને ગળફાંસો ખાઇ ૧૯/૯ના રોજ આપઘાત કરી લીધો હતો. ત્યારે પરિવારજનોઍ આક્ષેપ કર્યો હતો કે     પોતાના દિકરા જયપુરીને પોલીસે ખોટી રીતે પુછતાછ માટે બોલાવી તેને ટોર્ચરીંગ કરી મારકુટ કરતાં તેણે આપઘાત કરી લીધો છે. જવાબદાર કંપનીના અધિકારીઓ અને પોલીસ વિરૂધ્ધ પગલા લેવાની માંગણી કરી પરિવારજનોઍ મૃતદેહ સંભાળવાનો પણ ઇન્કાર કરી દીધો હતો.

દરમિયાન રાજકોટ શહેર ઍસઑજીઍ ધવલ ભરતભાઇ ઉર્ફ અનિલભાઇ સાકરીયા (પ્રજાપતિ) (ઉ.વ.૨૦-ધંધો ઇમિટેશન, રહે. લલુડી વોîકળી, આંગણવાડી સામે સોરઠીયા વાડી-૧) તથા નિખીલ હસમુખભાઇ ત્રિવેદી (બ્રાહ્મણ) (ઉ.૨૩-રહે. સોરઠીયાવાડી-૭/૧૩)નો ખુણોને દબોચી લીધા છે. જસદણ ઍટીઍમમાં થયેલી ૧૭.૩૩ લાખની ચોરીમાં આ બંને સામેલ હોવાની પાક્કી બાતમી ઍસઅોજીના ઍઍસઆઇ રવિભાઇ વાંક, હેડકોન્સ. કિશનભાઇ આહિર અને કોન્સ. કિશોરભાઇ ઘૂઘલને મળતાં આ બંનેને ઉઠાવી લેવાયા હતાં.
પ્રાથમિક પુછતાછમાં ગલ્લા તલ્લા કર્યા બાદ આકરી પુછતાછ થતાં ધવલે કબુલ્યું હતું કે આપઘાત કરનાર જયપુરી ગોસ્વામી તેનો મિત્ર હતો. જયને અને પોતાને પૈસાની જરૂર હોઇ જયપુરીઍ જ જસદણ ઍટીઍમમાં રૂપિયા લોડ કર્યા બાદ પોતાને ઍટીઍમની ચાવી આપી હતી અને લોક ખોલવા માટેના પાસવર્ડ આપ્યા હતાં. ઍ પછી પોતે મિત્ર નિખીલને બાઇકમાં બેસાડી જસદણ ગયો હતો અને ઍટીઍમમાંથી ચોરી કરી લીધી હતી.
જે ૧૭.૩૩ લાખની રોકડ મળી તેમાંથી પોતાને અને નિખીલને રૂ. ૩.૪૦ લાખ, ૩.૪૦ લાખ મળ્યા હતાં. બાકીની રકમ જયપુરીને આપી દીધાનું ધવલે કબુલ્યું હતું.  ધવલ અને નિખીલે પોતાને મળેલી મોટા ભાગની રકમ મકાન રિનોવેશનમા અને દાગીના પર લોન લીધી હોઇ તે છોડાવવામાં વાપરી નાંખી હતી. ઍક પાસેથી ૧,૦૧,૦૦૦ અને બીજા પાસેથી ૧,૪૦,૦૦૦ની રોકડ તથા મોબાઇલ ફોન, ઍક્ટીવા મળી કુલ રૂ. ૩,૧૧,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. ધવલ અને નિખીલે તા. ૬/૯/૨૨ની રાતે ઍટીઍમમાંથી ચોરી કરી હતી આ બન્ને આરોપીઓને જસદણ પોલીસને સોંપવામાં આવશે.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ
વધુ નવું વધુ જૂનું