જસદણ વિધાનસભા બેઠક માટે બે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હવે કુલ છ ઉમેદવારો ચૂંટણી મૅદાનમાં
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ બેઠક માટે બહુજન સમાજ પાર્ટીના દિનેશભાઈ રાઠોડે તથા અપક્ષ ઉમેદવાર ભરતભાઈ ભાલાળાએ આજે તેમનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું હતું. હવે ભાજપના કુંવરજીભાઈ બાવળીયા, કોંગ્રેસના ભોળાભાઈ ગોહેલ, આમ આદમી પાર્ટીના તેજસભાઈ ગાજીપરા, રાષ્ટ્રીય હિન્દ એકતા દળના શામજીભાઈ ડાંગર તેમજ અપક્ષ ઉમેદવાર દેવરાજભાઈ મકવાણા તથા રમાબેન પ્રકાશભાઈ ગોરાસવા એમ કુલ છ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે.
ફોર્મ પાછા ખેંચાયા બાદ અંતિમ ચિત્ર સ્પષ્ટ છતાં હવે જસદણ વિસ્તારમાં ચૂંટણી પ્રચારનો જંગ વિશેષ રંગ લાવશે. જસદણ બેઠક માટે કુલ ૨૬૧ મતદાન મથક ઉપર કુલ ૨,૫૬,૩૪૫ મતદારો નોંધાયેલા છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.,9924014352