અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણ ભાજપના અગ્રણીઓ રાજકોટ પ્રચારમાં: રાજકોટના કેટલાંય વિસ્તારો ગજવી મુક્યા

જસદણ ભાજપના અગ્રણીઓ રાજકોટ પ્રચારમાં: રાજકોટના કેટલાંય વિસ્તારો ગજવી મુક્યા

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ ભાજપના અગ્રણીઓ કમલેશભાઈ હીરપરા, ગજેન્દ્રભાઈ રામાણી, રવિદાનભાઈ ગઢવી, જસદણ નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રૂપારેલિયા સહિતના આજે ભારતીય જનતા પાર્ટીના મોવડીઓના આદેશ અનુસાર રાજકોટ ૭૦ બેઠકના પ્રમાણિક સજજન ઉમેદવાર રમેશભાઈ ટીલાળાના સમર્થનમાં રાજકોટની ૭૦ બેઠકના જુદાં જુદાં વિસ્તારોમાં પ્રચાર પ્રસાર કરી મતદારોને ઉમેદવારની અને પક્ષની કાર્ય પ્રણાલીથી વાકેફ કરી ભાજપને જ મત આપવા અપીલ કરી હતી 
મતદારો પણ ભાજપના વિકાસને જ મત આપશે એવી ખાત્રી આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાનગર દક્ષિણ બેઠકના ભાજપનાં ઉમેદવાર રમેશભાઈ ટીલાળા રાજકોટમા એક આગવું સ્થાન ધરાવે છે તેઓએ ઉમેદવારી નોંધાવી ત્યારથી પોતાનાં મત વિસ્તારમાં જુદાં જુદાં કાર્યકરો આગેવાનો સાથે અંદાજિત ૨૪ કિલોમિટરની પદયાત્રા ઉપરાંત ૨૫ જેટલી સભાઓ પણ કરી છે તેમને મતદારોનો પ્રારંભે જ જોરદાર પ્રતિસાદ મળ્યો છે. 

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું