ગુજરાતની જનતા મફતનું કયારેય લેતી નથીઃ મનસુખભાઇ માંડવીયા
જસદણના ભાજપના ઉમેદવાર કુંવરજીભાઇ બાવળીયાના સમર્થનમાં વીંછિયામાં જાહેરસભા સંબોધતા કેન્દ્રીય મંત્રી
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં જસદણ વિધાનસભા બેઠકના લોકપ્રિય અને પ્રજાવત્સલ ઉમેદવાર શ્રી કુંવરજીભાઇ બાવળીયા હંમેશા વિસ્તારના વિકાસના કાર્યો માટે સતત ચિતિત રહયા છે. ભારતીય જનતા પાર્ટી ચુંટણી પ્રચારની સભા હોય કે અન્ય કોઇ કાર્યક્રમ હોય ધર્મ સતાને મહત્વ આપે છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા ભરોસાની સરકાર રહી છે. જે વચનો આપ્યા છે તે પુરા કરત ા આવ્યા છે. વર્ષો સુધી કોંગ્રેસ દેશ અને રાજયમાં સતા ભોગવી છે પરંતુ તેમને જેટલા વચનો આપ્યા હતા તે બધા જ અધુરા રાખ્યા હતા હાલમાં કોંગ્રેસ સિવાય દિલ્હીનું મોડેલ લઇ આમ આદમી પાર્ટી ગુજરાતમાં સતા મેળવવાના દિવા સ્વપ્ન લઇ જુઠા વચનો આપવા નિકળી છેઃ મનસુખભાઇ માંડવીયા
ભારતીય જનતા પાર્ર્ટીની સરકાર જે કહે છે તે જ કરે છે. જે વચનો આપે તે પુરા કરે જ છે. ગુજરાતની જનતા કયારેય ત્રીજા પક્ષને સ્વીકાર્યો નથી. ગુજરાતની જનતા મફતનું કયારેય લેતી નથી. ગુજરાતની જનતાનો હાથ આપવા માટે લંબાવે છે નહી કે લેવા માટે : મનસુખભાઇ માંડવીયા, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને શ્રી ભુપેન્દ્રભાઇ પટેલની ડબલ એન્જીનની સરકાર દ્વારા જન હિતકારી અને વિકાસ લક્ષી કાર્યો સતત કરતી હોવાથી ભરોસાની ભાજપા સરકાર કહેવામાં ભારતીય જનતા પાર્ટીનો નાનામાં કાર્યકર કહેવામાં શરમ અનુભવતો નથી. નરેન્દ્રભાઇ મોદી, રાજયની જનતા સ્વદેશી વસ્તુઓનો સ્વીકાર કરે છે અને આયાતીને જાકારો આપે છેઃ શ્રી કુંવરજીભાઇ બાવળીયા
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડીયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, કાર્પેટ બોમ્બીંગ અંતર્ગત રાજયમાં એક સાથે યોજવામાં આવેલ જાહેરસભાઓ અંતર્ગત આજે કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાએ રાજકોટ જિલ્લાના જસદણ વિધાનસભા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી કુંવરજીભાઇ બાવળીયાના સમર્થનમાં એક જંગી જાહેર સભાને સંબોધી હતી.
રાજકોટ જિલ્લાની જસદણ વિધાનસભાની સીટના ઉમેદવાર શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ પ્રાસંગીક પ્રવચનમાં જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લાના જસદણ વિધાનસભા સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને સમર્થન આપવા માટે સંતો, મહંતો, સંગઠનના હોદેદારો અને જસદણની જનતાનો આભાર માન્યો હતો. અને જનતાએ તેમજ ભારતીય જનતા પાર્ટીએ મૂકેલા વિશ્વાસને કયારેય નહીં તોડે તેવી ખાત્રી આપી. અત્યાર સુધી ધારાસભ્યશ્રી તરીકે કરેલ વિકાસની કામગીરીનો હિસાબ આપતા જણાવ્યું હતું કે બાકી રહેતા વિકાસ કાર્યા પણ કોઈ પણ કચાસ રાખ્યા વગર પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. રાજ્યની જનતા સ્વદેશી વસ્તુઓનો સ્વિકાર કરે છે અને આયાતીને જાકારો આપે છે. જસદણની જનતાને આવા આયાતીઓની ડિપોઝીટ આંચકી ફરી જસદણ ઉપર નજર ના કરે તેવી રીતે પરત મોકલી આપવાના છે.
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ડૉ. ભરતભાઇ બોઘરાએ જણાવ્યું હતું કે, આગામી તા. ૧લી ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે રાજ્યના મુખ્યમંત્રી તરીકે અને દેશના વડાપ્રધાન તરીકે તેમજ ભારતીય જનતા પાર્ટાના પૂર્વ મુખ્યમંત્રીશ્રીઓ અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ તેમજ આ વિસ્તારના પૂર્વ કબીનેટ મંત્રીશ્રી અને હાલના ઉમેદવાર શ્રી કુવરજીભાઇ બાવળીયાની કામગીરીને ધ્યાને રાખી તમારો અમુલ્ય મત વેડફાઈ ન જાય
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352