રાજકોટમાં કાલે રાહુલ ગાંધીને આવકારવા દાઉદી વ્હોરા સમાજમાં અનેરો થનગનાટ
ગુજરાતમાં આગામી ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી હોય આ અંગે રાજકોટમાં પણ તમામ પક્ષો દ્વારા તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે પ્રચાર પ્રસારના કાર્યો પૂરજોશમાં ચાલી રહ્યાં છે ત્યારે કાલે કોંગ્રેસના સાંસદ અને પુર્વ અઘ્યક્ષ રાહુલ ગાંધી આવી રહ્યાં છે ત્યારે તેમની સભામાં રાજકોટના દાઉદી વ્હોરા સમાજના ભાઈ બહેનો પણ દેશભક્તિ સભર પોશાકમાં જોડાશે આ અંગે રાજકોટ શહેર કોંગ્રેસના મહીલા આગેવાન દુરૈયાબેન એસ મુસાણી (મો.8485919752) એ જણાવ્યું હતું કે કાલે રાહુલજી રાજકોટ પધારવાના હોવાથી સામાન્ય લોકોમાં પણ અદમ ઉત્સાહ છે લોકો મોંઘવારી બેરોજગારીથી એટલી હદે ત્રાસી ગયાં છે કે ભાજપનો એકડો કાઢવા લોકો મજબુર બન્યાં છે ત્યારે સોમવારે રાહુલજીની સભામાં રાજકોટ શહેરના દરેક વિસ્તારના દાઉદી વ્હોરા બિરાદરો આ સભામાં સવ્યંભુ ઊમટી પડશે.