અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણ જીઆઇડીસી એસોસિએશન ગુરુવારે બંધ પાળી કામદારો સાથે મતદાન કરશે

જસદણ જીઆઇડીસી એસોસિએશન ગુરુવારે બંધ પાળી કામદારો સાથે મતદાન કરશે
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૨૪
જસદણ વીંછિયા પંથકમાં ગમે તે ચૂંટણી હોય પ્રથમ બહુ ગાજે છે પરંતું જેમ જેમ મતદાન કરવાનો દીવસ નજીક આવે છે ત્યારે વગર કારણે કેટલાંક મતદારો નીરસ બની જાય છે ભૂતકાળની અનેક ચૂંટણીમાં ઉત્સાહથી ક્યારેય પુરતું મતદાન થયું નથી ત્યારે જસદણ જીઆઈડીસી એસોસિએશન આગામી વિધાનસભાની ચૂંટણીના મતદાનના દીવસે પોતાનાં ઉદ્યોગો બંધ કરી કામદારો સાથે મતદાન કરશે એમ પ્રમુખ વિજયભાઈ જેન્તીભાઈ રાઠોડ એ જણાવ્યું હતું અને લોકોને અપીલ કરી હતી કે આગામી તા.૧ ડિસેમ્બર ૨૦૨૨ ને ગુરુવારના રોજ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે જેમાં દરેક મતદારોએ મતદાન અવશ્ય કરવું જોઈએ મતદાન તે આપણી જવાબદારી છે જસદણ વીંછિયા તાલુકામાં મતદાનનો સમય સવારે ૮ થી સાંજના ૫ વાગ્યાં સુધીનો છે આ સમય પુરતો હોવાથી મતદારોને સરળતાથી મતદાન કરી શકે છે વિધાનસભાની આ ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતદાન થાય એવી તૈયારીઓ અત્યારથી જ કરીએ વધુમાં વિજયભાઈ રાઠોડ એ જણાવ્યું હતુ કે મારો મત મારી જવાબદારી એ સુત્રને દરેક મતદારો સાર્થક કરે એવી અપીલ કરી હતી.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો