હવે ચિંતા કરવાની જરૂર નથી તમે ચૂંટણી કાર્ડ વગર આ રીતે આપી શકો છો મત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જો તમારું વોટર આઈડી કાર્ડ ખોવાઈ ગયું હોય કે પછી ચોરી થઈ ગયું હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. વોટર આઈડી વગર પર મતદાન કરી શકો છો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જો તમારું વોટર આઈડી કાર્ડ ખોવાઈ ગયું હોય કે પછી ચોરી થઈ ગયું હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. વોટર આઈડી વગર પર મતદાન કરી શકો છો.
મતદાર ઓળખ કાર્ડ વિના મતદાન કરી શકાય છે
જો તમારી પાસે ચૂંટણી કાર્ડ છે તો તમે સરળતાથી મતદાન કરી શકો છો. પરંતુ, જો તમારી પાસે ચૂંટણી કાર્ડ ન હોય તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે ચૂંટણી કાર્ડ વગર પણ મતદાન કરી શકો છો. જો કે આ માટે તમારું નામ મતદાર યાદીમાં હોવું જરૂરી છે. જો મતદાર યાદીમાં નામ હોય તો ચૂંટણી કાર્ડ વિના અન્ય કોઈપણ સરકારી ઓળખપત્ર પર ચૂંટણીમાં મતદાન કરી શકાય છે. આ સ્થિતિમાં, તમે ચૂંટણી કાર્ડ તેમજ અન્ય ફોટો ઓળખ કાર્ડ બતાવીને મતદાન કરી શકો છો.
ચૂંટણી કાર્ડ ઉપરાંત, તમે મતદાનના દિવસે આધાર કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, બેંક પાસબુક, વીમા સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ વગેરે બતાવીને પણ મતદાન કરી શકો છો. આ માટે સરકારી ઓળખ કાર્ડ જરૂરી છે
મતદાર યાદીમાં તમારૂ નામ છે કે નહીં તે કેવી રીતે ખબર પડશે
જો તમે તમારું નામ મતદાર યાદીમાં છે કે નહીં તે તપાસવા માંગો છો, તો તમે ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ પર જઈને આમ કરી શકો છો. તમે ચૂંટણી પંચની વેબસાઇટ પરથી તમારા વિસ્તાર અથવા નામના આધારે તમારું નામ શોધી શકો છો. ચૂંટણી પંચે દરેક રાજ્ય માટે એક અલગ વેબસાઇટ પણ બનાવી છે, જ્યાં તમે મતદાર યાદી જોઈ શકો છો.
મતદાર યાદીમાં નામ ન હોય તો શું કરવું ?
જો તમારું વોટર આઈડી કાર્ડ જનરેટ થયું નથી અને તમારું નામ મતદાર યાદીમાં નથી, તો આવી સ્થિતિમાં તમે નિયમ હેઠળ મતદાન કરી શકતા નથી.
હવે સ્માર્ટફોનની મદદથી બનાવી શકાય છે Voter ID Card
જો તમે ઈચ્છો છો કે, Voter ID Card બનાવીને તે સીધું તમારા ઘરે પહોંચે, તો આજે અમે તમને એક એવી રીત જણાવવા જઈ રહ્યા છીએ, કે તમે તમારા સ્માર્ટફોનની મદદથી Voter ID Card બનાવી શકો છો. જો તમને આ વિશે કોઈ માહિતી નથી, તો આજે અમે તેની પ્રક્રિયા વિશે જણાવી રહ્યા છીએ.
હવે તમે ચૂંટણી કાર્ડ વગર પણ મતદાન કરી શકશો
આ સરળ સ્ટેપ્સ ફોલો કરો સૌથી પહેલા તમે ચૂંટણી પંચની વેબસાઈટની ઓપન કરો
હોમપેજ પર નેશનલ વોટર સર્વિસ પોર્ટલ પર ક્લિક કરો
જે બાદ એપ્લાય ઓનલાઈન સેક્શનમાં નવા મતદારની નોંધણી પર ક્લિક કરો
અહીં ફોર્મ-6 ડાઉનલોડ કરો અને તેમાં માહિતી ભરો પછી સબમિટ પર ક્લિક કરો.
હવે તમારા ઈ-મેલ આઈડી પર એક લિંક આવશે.
આ લિંક દ્વારા તમે Voter ID Card એપ્લિકેશન સ્ટેટસ સરળતાથી ટ્રેક કરી શકશો
એક અઠવાડિયાની અંદર તમારું વોટર આઈડી તમારા ઘરે મોકલવામાં આવશે
મોબાઈલ મેસેજ દ્વારા મતદાર યાદીમાં નામ તપાસો
તમે મોબાઈલ મેસેજ દ્વારા મતદાર યાદીમાં તમારું નામ ચકાસી શકો છો. આ માટે તમે મોબાઈલ મેસેજમાં apk લખીને સ્પેસ આપો અને પછી તમારો મતદાર આઈડી કાર્ડ નંબર ટાઈપ કરો. આ SMS 9211728082 અથવા 1950 પર મોકલો. જવાબ SMS માં ભાગ નંબર, મતદાન મથક નંબર અને નામ આવશે. કોઈ રેકોર્ડ મળ્યો નથી તે જણાવશે કે તમારું નામ મતદાર યાદીમાં નથી.