દુનિયાની સૌથી મોંઘી ફિલ્મ 'અવતાર 2' આજે રિલીઝ થઈ
દુનિયાની સૌથી મોંઘી ફિલ્મ 'અવતારઃ ધ વે ઑફ વોટર' આજે એટલે કે 16 ડિસેમ્બરે રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મ 250 મિલિયન ડૉલર્સ (2000 કરોડ રૂપિયા)માં બની છે. નવાઈની વાત એ છે કે 'અવતાર'નો કોન્સેપ્ટ સપનામાંથી આવ્યો હતો. ફિલ્મ ડિરેક્ટર જેમ્સ કેમરુનની માતા શર્લીને એક સપનું આવ્યું હતું અને તેમણે વાદળી રંગની યુવતી જોઈ હતી. આ યુવતી 12 ફૂટ લાંબી હતી. માતાએ જેમ્સને આ સપના અંગે વાત કરી અને તેમને વાદળી રંગના લોકો રહેતા હોય એવા એક ગ્રહની વાર્તાનો આઇડિયા આવ્યો. આ ગ્રહ પર રહેતા લોકોની ઊંચાઈ 10થી 12 ફૂટ હોય છે. આ સમયે જેમ્સે 'ટાઇટેનિક' બનાવવા અંગે વિચાર્યું પણ નહોતું.
જેમ્સે પહેલાં 'ટાઇટેનિક' બનાવી અને તેના 12 વર્ષ બાદ 'અવતાર' આવી હતી. 'અવતાર'ના 13 વર્ષ બાદ બીજો ભાગ આવ્યો છે. 'અવતાર' પહેલાં 'ટાઇટેનિક' દુનિયાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. પછી 2009માં આવેલી 'અવતાર'એ આ રેકોર્ડ તોડ્યો હતો. માત્ર 'ટાઇટેનિક' કે 'અવતાર' જ નહીં, પરંતુ જેમ્સ કેમરુનની ફિલ્મની ટેક્નોલોજી સમય કરતાં આગળ હોય છે. પોતાની પહેલી ફિલ્મ 'ધ ટર્મિનેટર'થી 'અવતાર 2' સુધીની તેમની કરિયર તથા ફિલ્મ બનાવવાની રીતે નવાઈ પમાડે તેવી છે. સૌથી રસપ્રદ વાત એ છે કે જેમ્સ પોતાની ફિલ્મ લખ્યા બાદ જાતે જ ફિલ્મ અંગેની ટેક્નોલોજી પણ બનાવે છે.
સૌ પહેલાં જોઈએ જેમ્સે કેમરુને 'અવતાર' કેવી રીતે બનાવી ?
ફિલ્મ માટે અલગ ભાષા બનાવી
આ ફિલ્મ માટે કેમરુને 2006માં ફરીથી સ્ક્રિપ્ટ પર કામ કર્યું અને ફિલ્મમાં બતાવવામાં આવેલા એલિયન્સ માટે એક અલગ ભાષા પણ બનાવી. આ ભાષા અમેરિકાના ભાષાવિદ ડૉ. પૉલ ફ્રોમરે બનાવી હતી. આ ભાષામાં 1000 જેટલા શબ્દો હતા. આ શબ્દોમાં જેમ્સે 30 શબ્દો પોતાના ઉમેર્યા હતા. આ ફિલ્મ માટે જેમ્સ કેમુરને સેટઅપ પણ અલગથી બનાવ્યું હતું.
જેમ્સ કેમુરનના ફિલ્મી ટ્રેક રેકોર્ડ પર નજર નાખીએ તો ખ્યાલ આવશે કે વિશ્વભરમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ તેમણે જ બનાવી છે.
- હવે દુનિયામાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ પર નજર નાખીએ.....
'અવતાર' દુનિયાની સૌથી મોંઘી ફ્રેન્ચાઇઝી છે
એનિમેશન, VFX તથા એક્શનથી ભરપૂર 'અવતાર 2'ને 250 મિલિયન ડૉલર એટલે કે 2 હજાર કરોડ રૂપિયાના બિગ બજેટમાં બનાવવામાં આવી છે. આ સાથે તે અત્યાર સુધીની સૌથી મોંઘી ફ્રેન્ચાઇઝી બની ગઈ છે. આ ફિલ્મના 5 પાર્ટ્સ બનાવવામાં 11 હજાર 200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ સાથે જ તે દુનિયાની સૌથી મોંઘા બજેટની ફિલ્મ ફ્રેન્ચાઇઝી બની જશે.
જેમ્સ કેમરુન આ ફિલ્મની 6-7 સિરીઝ પણ બનાવી શકે છે. તેમણે કહ્યું હતું કે આ નિર્ણય તે કમાણી ને દર્શકોની ડિમાન્ડ પર લેશે.
'અવતાર'ની રેકોર્ડ બ્રેકિંગ કમાણી પર નજર....
ફિલ્મ 'અવતાર 2' પર નજર નાખીએ તો ફિલ્મનું બજેટ 2000 કરોડ છે. ફિલ્મે એડવાન્સ બુકિંગમાં પણ બાજી મારી લીધી હતી. ચાર લાખથી વધુ ટિકિટ વેચાઈ હતી. રિલીઝ પહેલાં ફિલ્મે દુનિયાભરમાંથી 180 મિલિયન ડૉલર એટલે કે 1400 કરોડની કમાણી કરી હોવાનું અનુમાન છે. આ ફિલ્મ વિશ્વભરમાં 52 હજાર સ્ક્રીન્સ તથા ભારતમાં 3 હજાર સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે.
Refrence-
https://www.statista.com/statistics/317408/highest-grossing-film-franchises-series/
https://www.statista.com/statistics/262926/box-office-revenue-of-the-most-successful-movies-of-all-time/
https://ohfact.com/interesting-facts-about-james-cameron/#:~:text=Wanted%20to%20make%20Avatar%20just,it%20for%20almost%2010%20years
https://www.cbc.ca/radio/q/blog/titanic-anniversary-20-fascinating-facts-about-the-epic-blockbuster-that-almost-sank-1.4381455