તાજેતરમાં જ એક કિસ્સો બન્યો, જેમાં મથુરામાં એક 13 વર્ષનો છોકરો મોબાઈલ ચાર્જિંગમાં લગાવી ગેમ રમી રહ્યો હતો અને બ્લાસ્ટ થયો. જેમાં સગીરને માથામાં અને હાથમાં ગંભીર ઈજાઓ થઈ. અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. આવી અનેક ઘટના ભૂતકાળમાં બની ચૂકી છે કે મોબાઈલ ફોનમાં આગ લાગવાથી કે બેટરીમાં બ્લાસ્ટ થવાથી વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ હોય. ત્યારે એવી કઈ કઈ બાબતો છે, જેનું ધ્યાન રાખવાથી આપણે આવી ઘટનાથી બચી શકીશું. કયાં કારણસર મોબાઈલ ફોનમાં લાગે છે આગ? કેમ થાય છે મોબાઈલની ફોનની બેટરીમાં બ્લાસ્ટ ? કેવી રીતે આવી ઘટનાઓથી બચી શકાય ? આ તમામ તમામ વિગતો સમજવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો.
સૌથી પહેલાતો એ જાણી લઈએ કે બ્લાસ્ટથી કેવી રીતે બચી શકાય અને બેટરી કેમ ફાટે છે?
- હંમેશા ઓરિજનલ ચાર્જરનો જ ઉપયોગ કરવો
- નકલી કે ડુપ્લીકેટ ચાર્જરનો ઉપયોગ ના કરો
- ગરમ થવા પર ફોન સાઈડમાં મૂકી દો
- ફોનને આખી રાત ચાર્જમાં ના મૂકી રાખો
- ત્યારે જ ચાર્જ કરો જ્યારે ફોનની બેટરી 20 ટકા કે તેનાથી ઓછી હોય
- ક્યારેય ફોનને ચાર્જમાં લગાવીને યુઝ ન કરો
- ક્ષમતાથી વધુ લોડથી પણ બ્લાસ્ટ થઈ શકે છે
- હવે એ જાણી લઈએ કે શું આવા બ્લાસ્ટ થતા પહેલા ફોન કોઈ સંકેત આપે છે?
- ફોનની સ્ક્રીન બ્લર થવી કે ડાર્કનેસ આવી જવી
- ફોન વારંવાર હેંગ થઈ જવો પ્રોસેસિંગ સ્લો થઈ જવી
- કોલ પર વાત કરતા સમયે ફોન વધારે પડતો ગરમ થઈ જવો
ફોનની બેટરી રબર બેન્ડ જેવી હોય છે બહું વધારે ખેંચો તો તૂટી જાય એમ બહુ વધારે ચાર્જ કરો તો નુક્સાન થાય અને બેટરી ફાટવાની સંભાવતા પણ વધી જાય