અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણની પાંચ મહિનાથી ગુમ યુવતી પ્રેમી સાથે લગ્ન કરી સિંગાપુર પહોંચી ગઈ

જસદણની પાંચ માસથી ગુમ યુવતી પ્રેમી સાથે લગ્ન કરી સિંગાપુર પહોંચી ગઈ

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
રાજકોટ જીલ્લા અધિક્ષક જયપાલસિંહ રાઠોડ દ્વારા જીલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો ઉપર વોચ રાખી વધુને વધુ કેસો કરવા સુચના કરવામાં આપેલ હોય, જેથી એસ.ઓ.જી.શાખાના પોલીસ ઇન્‍સ્‍પેકટર કે.બી.જાડેજા, પો.સબ.ઇન્‍સ બી.સી.મીયાત્રા તથા કે.એમ.ચાવડાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના સ્‍ટાફ જસદણ પો.સ્‍ટે. વિસ્‍તારમાં પેટ્રોલીગમાં હતા. 
તે દરમ્‍યાન જસદણ પો.સ્‍ટે ગુમસુધા નંબર-૩૧/૨૦૨ર તા-૦૫/૦૭/ર૦રર ના કામે ગુમ થનાર હનીબેન ડો/ઓ સુરેશભાઇ નારણભાઇ હિરપરા રહે, જસદણ ચિતલીયા કુવા રોડ, કાનજીપરા શેરી નંબર-ર તા-જસદણ જી-રાજકોટ વાળા ગઇ તા-૦૫/૦૭/ર૦રર ના રોજ કોઇને કહ્યા વગર આપમેળે પોતાના ઘેરથી જતા રહેલ હોય જેની તપાસ કરતા હનીબેન અમરેલી જીલ્લાના સાંવરકુંડલા તાલુકાના જોગી દાસ આંબરડી ગામના રહેવાશી નિહારભાઇ વિનોદભાઇ વેકરીયા સાથે પ્રેમલગ્ન કરી હાલે સિંગાપોર દેશમાં રહેતા હોય, જે હકિકત આધારે ગુમ થનાર હનીબેનના પિતા સુરેશભાઇ નારણભાઇ હિરપરા જાતે-પટેલ ઉ,વ-૪૬ ધંધો-ખેતી રહે, જસદણ ચિતલીયા કુવા રોડ, કાનજીપરા શેરી નંબર-૨ તા-જસદણ જી-રાજકોટ વાળાનો સંપર્ક કરી,સોશ્‍યલ મિડીયા વ્‍હોટસેપ વિડીયો કોલ મારફતે ગુમ થનાર હનીબેન તથા તેમના પિતા સુરેશભાઇ તથા બન્ને પરિવારના સભ્‍યોને વાતચિત કરાવેલ હોય, તેમજ ગુમ થનાર હનીબેને રાજી-ખુશીથી નિહારભાઇ વિનોદભાઇ વેકરીયા રહે, જોગીદાસ આંબરડી તા-સાવરકુંડલા વાળા સાથે ગઇ તા. ૫/૭/ર૦રર ના રોજ બગસરા તાલુકાના હામાપર ગામ ખાતે પ્રેમ લગ્ન કરી લીધેલ હોય, જે લગ્ન નોંધણી પ્રમાણપત્રની નકલ રજુ કરેલ હોય અને હાલે ગુમથનાર હનીબેન તથા તેમના પતિ નિહારભાઇ બન્ને સિંગાપોર દેશમાં રહેતા હોય, નિહારભાઇ કાફે મેનેજમેન્‍ટનો કોર્ષ કરતા હોય, તેમજ બે વર્ષ સુધી હનીબેન તથા તેમના પતિ નિહારભાઇ બન્ને સિંગાપુર, ૨૩-ગેયલોંગ રોડ-૩૮૯૧૯૨ર વાળા એડ્રેસ ખાતે રહેવાના હોય, જે હકિકતથી હનીબેનના પિતા સુરેશભાઇને વાકેફ કરતા,
સુરેશભાઇ નારણભાઇ વેકરીયાએ પણ પોતાના નિવેદનમાં જણાવેલ હોય કે, તેમની દિકરી હની તેના પતિ નિહારભાઇ વિનોદભાઇ વેકરીયા સાથે પ્રેમ લગ્ન કરી રાજીખુશીથી હાલે સિંગાપુર રહેતી હોય અને પોતાની પુત્રીની ગુમ અંગેની વિગત જાણવા મળતા સદરહુ ગુમસુધા પરત કરેલ છે.
 આ કાર્યવાહીમાં રૂરલ એસઓજીના પો. હેડ કોન્‍સ. હિતેશભાઇ અગ્રાવત, જયવિરસિંહ રાણા, વિજયભાઇ વેગડ, ભગીરથસિંહ જાડેજા, પો. કોન્‍સ. રહીમભાઇ દલ, અમિતભાઇ સુરૂ, કાળુભાઇ ધાધલ, રણજીતભાઇ ધાંધલ તથા અરવિંદભાઇ દાફડા જોડાયા હતા.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું