અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

વીંછિયા વિસ્તારમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે એક ઈસમ

વીંછિયા વિસ્તારમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે એક ઈસમ
રાજકોટ એસ. ઓ.જી વિંછીયા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન ખાનગીરાહે હકિકત મળેલ કે વિંછીયા પો.સ્ટેના નાનામાત્રા ગામની સીમમાં રહેતા જયંતીભાઇ ભકાભાઇ ગ્રાંભડીયા પોતાની વાડીએ ગેરકાયદેસર દેશી હાથ-બનાવટની જામગરી બંદૂક રાખે છે. જે મળી આવેલ હકિકત આધારે નાનામાત્રા ગામે આરોપીની વાડીએ તપાસ કરતા જયંતીભાઇ ભકાભાઇ ગ્રાંભડીયાના કબ્જા ભોગવટાની વાડીમાંથી ગે.કા હથિયાર મળી આવતા ઈસમ વિરૂધ્ધ વિંછીયા પો.સ્ટે. ખાતે ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ અને જેમાં પકડાયેલ આરોપીઃ- જયંતીભાઇ ભકાભાઇ ગ્રાંભડીયા જાતે કોળી ઉવ,૨૫ ધંધો ખેતી રહે.નાનામાત્રા તા.વિંછીયા જી.રાજકોટ હતા અને કબ્જે કરેલ મુદામાલઃ- એક દેશી બનાવટની જામગરી બંદુક નંગ-૦૧ ની કિ.રૂ.૩,૦૦૦/- મળી આવ્યા હતા.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું