અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

શિવાનંદ અધ્વર્યુંની ૧૧૭મી જન્મતિથિએ વંદના પાઠવતાં જસદણ નગરપાલિકા પ્રમુખ

શિવાનંદ અધ્વર્યુંની ૧૧૭મી જન્મતિથિએ વંદના પાઠવતાં જસદણ નગરપાલિકા પ્રમુખ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તબીબી કારકિર્દી દરમિયાન લાખોની સંખ્યામાં આંખના ઓપરેશન પાર પાડનાર સેવાના ભેખધારી ડો શિવાનંદ અધ્વર્યુંની ૧૧૭મી જન્મતિથિ અનુસંધાને જસદણના પ્રથમ નાગરિક અને નગરપાલિકા પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલિયાએ સાદરવંદન કરી વંદના પાઠવી હતી તેમણે જણાવ્યું હતું કે પૂ. બાપુજી આંખના સર્જન હોવાં છતાં આસપાસની ગરીબી જોઈ સેવાની જ્યોત પ્રજ્વલિત રાખી હતી તેમણે જસદણના વિરનગરની હોસ્પિટલમાં એવી સેવાની ધૂણી ધખાવી કે સૌરાષ્ટ્રભરના લાખો લોકો રોગમુક્ત થયાં આવા મહામાનવ પૂજ્ય બાપુજીની સેવા આવનારી પેઢીઓ પણ ભુલી નહી શકે એમ છેલ્લે અનિતાબેન રૂપારેલિયા સેવાના ભેખધારી પૂ. બાપુજીને તેમની જન્મતિથિએ વંદના પાઠવી હતી.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું