- ખરેખર વિછીયા તાલુકા ની વાત કરવામાં આવે તો અનેક જગ્યાએ સામાજિક પ્રજાને લુખ્ખા તત્વો થી ખૂબ હેરાનગતિ થાય છે
- આજે મોટા હડમતિયા ગામ નિ અંદર સામાન્ય પરિવાર જ્યારે કોર્ટ માં મુદત પર આવતા હતા ત્યારે આવા અમુક લુખ્ખા તત્ત્વો દ્વારા તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો
વિંછીયા તાલુકાના મોટા હડમતીયા ગામની અંદર રહેતા સામાન્ય પ્રજાને મોટાહડમતીયા ગામના અસામાજીક તત્વો(લુખ્ખાઓ)મારા મારી,લુટફાટ,વ્યાજવટા,જુગાર,દારૂ,ખંડણી,બહેનોદિકરીઓ ની છેડતી ખેડૂતોને હેરાન પરેશાન,જેવી અનેક પ્રવૃતિઓ કરતી હોય અને આ સામાન્ય પ્રજાએ અનેકવાર પોલીસ સ્ટેશનમાં રજુઆત કરવા છતા પણ આ લુખાઓની દાદાગીરી બંધ થતી નથી જાણે આ વિસ્તારની અંદર દારૂ,જુગાર,ખંડણી,વ્યાજવટા, દિકરીઓની છેડતી જેવી પ્રવૃતિઓ વિંછીયા તાલુકાના,મોટાહડમતીયા,નાનામાત્રા,મોટામાત્રા, આંકડીયા,અને તાલુકાના બાજુના ગામોમાથી આવતા અનેક લુખ્ખાઓ જાણે કાયદા વ્યવસ્થાનો ડર ન હોય એ રીતે બેફામ,પ્રવૃતિઓ કરે છે અને પોલીસ તમામ લુખ્ખાઓ પાસેથી હપ્તા લઈ અને આ પ્રવૃતિને પ્રોત્સાહન આપતી જણાય છે
સામાન્ય પ્રજાને લુખ્ખાઓ વિરૂધ્ધ ફરીયાદ કરી કે કોર્ટની અંદર મુદતે આવવામાં પણ મોટો
ભયનો માહોલ છે આ લુપ્ખાઓ ફરીયાદીને કોર્ટે આવે ત્યારે પણ તેના પર હુમલા કરેલા દાખલા છે પણ આ અસામાજીક તત્વોના કારણે અનેક લોકો પોતાની વાડી,ખેતર,મકાન,વગેરે છોડીને અન્ય જગ્યાએ ભાગવુ પડે એવી પરીસ્થીતીનું નિર્માણ થયેલ છે તો આ વિછીયા
તાલુકામાં કોઈ નિષ્ઠાવાન, પોલીસ અધિકારી અને સ્ટાફની નિમણુંક કરવામાં આવે એવી અમારી માંગણી છે અને આ વિસ્તારના લોકોને
આ લુખ્ખાઓથી બચાવવામાં આવે એવી અમારી માંગણી છે