વીંછિયાના થોરીયાળી ગામ જવાના રસ્તેથી પોલીસે ઈંગ્લીશ દારૂ ઝડપ્યો
વીંછિયા પોલીસ થોરીયાળી ગામ જવાના રસ્તે ઉમીયા સ્કુલ સામે રોડ પર પહોંચતા એક મો.સા.ડબલ સવારી માં વિંછીયા ગામ તરફ થી આવતુ જે મો.સા પોલીસ ને જોઈ ઉભૂ રાખી દેતા શંકા જતા તેમની નજીક જઈ જોતા મો.સા ચાલકની પાછળ બેસેલ ઇસમ ની વચ્ચે એક શણ નો કોથળો જોવામા આવતા તેને ચેક કરતા તેમાથી ભારતીય બનાવટ ની ઈંગ્લીશ દારૂ ની કાચની શીલપેક બોટલો જોવામાં આવતા નામઠામ પૂછે તા મો.સા ચાલક નં (૧) હિતેશ દોલતભાઈ ચાડમીયા જાતે દે.પુ ઉ.વ.૧૯ રહે રૂપાવટી ગામ તા વિંછીયા જી.રાજકોટ તે મજ મો.સા ચાલક ની પાછળ બેસેલ ઈસમ નું પંચો રૂબરૂ નામઠામ પુછતા પોતેપોતાનું નામ ભરતભાઈ ગટુરભાઈ ચાડ મીયા જાતે દે.પુ ઉ.વ.૩૫ રહે રૂપાવટી ગામ તા વિંછીયા જી.રાજકોટનું જણાવેલ.
આ ભારતીય ઈંગ્લીશ MCDOWELL"S NO-1 કંપની નીબોટલ નંગ-૧૧ નું ક્યાંથી લઈ આવ્યા નું પુછતા બન્ને મજકુર ઈસમો જણાવેલ કે મોટા માત્રા ગામ તા.વિંછીયા ના ઈશવરભાઈ ઉર્ફે ઈશો ભવાનભાઈ બાવળીયા જાતે કોળી રહે.મોટા માત્રા તા.વિંછીયા જણાવેલ અને એ મને મોબાઈલ ફોન થી ફોન કરી વિંછીયા ગામ ના ઓરી રોડ પર બોલાવી ને આ ઈંગ્લીશ દારૂ ની બોટલો આપી ગયેલા નું જણાવેલ.
બન્ને ઇસમો એ ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર ઇંગ્લીશ દારૂ MCDOWEL L"S NO-1 કંપની ની શીલપેક બોટલો નંગ-૧૧ કુલ કી.રૂ.૩૩૦૦- ગણી તથા હીરો કંપનીનું ગ્લેંડર પ્લસ જેના આર. ટી.ઓ.રજી.નં GJ-03-MG-3602 .જેની કી.રૂ.૨૦૩૦૦/ગણી તથા વીવો કંપની નો Y-21 A નો હોય
જેની કી.રૂ.૩૦૦૦/ કબ્જે કરેલ હોય એમ કુલ કી.રુ ૨૬૩૦૦૦ ના મુદામાલ સાથે એકબીજાને મદદગારી કરી મળી આવતા તેમજ ઈંગ્લીશ દારૂ ની બોટલો મજકુર ઈસમ નં(૩) ઈશવરભાઈ ઉર્ફે ઈશો ભવાનભાઈ બાવળીયા જાતે કોળી રહે. મોટા માત્રા તા.વિંછીયા વાળાની પકડવા પર બાકી રાખી ત્રણેય મજકુર ઇસમો એકબીજાને મદદગારી કરી ધી ગુજરાત પ્રોહીબીશન એક્ટ કલમ ૬૫(એ)(એ),૧૧૬૧૧૬બી,૯૮(૨),૮૧ મુજબનો ગુનો કરતા વીંછિયા પોલીસે 2 આરોપીની ધરપકડ કરેલ તેમજ 1 આરોપીની શોધખોળ હાથ ધરી.