WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણમાં દારૂ પીધેલ પતિ – પત્નીને માર માર્યાની પોલીસ ફરિયાદ : સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

જસદણમાં દારૂ પીધેલ પતિ – પત્નીને માર માર્યાની પોલીસ ફરિયાદ : સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

હુસામુદ્દીન કપાસી જસદણ
પતિ પોતે નશામાં હોય અને પત્નીને તું કેમ દારૂ પી ને સુઈ ગઈ તેમ કહી પતિએ પત્નીને ખુબ માર માર્યો પત્નીને વધુ ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જસદણમાં નશામા ધૂત પતિએ પત્ની પર ‘ તું દારૂ પીને કેમ સુઈ ગઇ?’ આક્ષેપ કરી લાકડી વડે બેફામ માર મારતા પરિણીતાને સારવાર માટે પ્રથમ જસદણ ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જસદણમાં વિછીયા રોડ પર રહેતી કાજલબેન દીપકભાઈ સાઢનીયા નામની ૨૮ વર્ષીય પરિણીતાને તેના પતિ દીપકે લાકડી વડે માર મારતા તેણીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં ઘટનાની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં પરિણીતા કાજલબેનએ જણાવ્યું હતું કે પોતે બપોરે સૂતી હતી ત્યારે નશામા ધૂત તેના પતિ દિપક આવીને લાકડી વડે તૂટી પડ્યો હતો. એટલું જ નહીં પરંતુ તેના પતિ દીપકે પત્ની કાજલબેન પર દારૂ પીને સુઈ ગયાનો પણ આક્ષેપ કર્યો હતો. પોલીસે કાજલબેનની ફરિયાદ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો