તુર્કિયે-સીરિયામાં 12 કલાકમાં 3 મોટા ભૂકંપ : 2300થી વધુનાં મોત, સેંકડો કાટમાળ નીચે દટાયા; ભારત રેસ્ક્યુ ટીમ-રાહત સામગ્રી મોકલશે, ન્યૂયોર્કમાં પણ ભૂકંપ
મિડલ ઇસ્ટના ચાર દેશ તુર્કિયે, સીરિયા, લેબનાન અને ઇઝરાઇલ સોમવારે સવારે ભૂંકપથી હલી ગયા છે. અહીં 12 કલાકમાં મોટા ભૂંકપ આવ્યા છે. સૌથી વધુ તબાહી એપિસેન્ટર તુર્કિયે અને તેની નજીકમાં આવેલા સીરિયાના વિસ્તારમાં જોવા મળી રહી છે. ન્યુઝ એજન્સી રોયટર્સના જણાવ્યા પ્રમાણે, તુર્કિયેમાં અત્યાર સુધી 1014 લોકો મૃત્યુ પામ્યા છે. 5385 લોકોના ઘાયલ હોવાની ખબર છે. સીરિયામાં 783 લોકો મૃત્યુ પામ્યા છે.
તુર્કિશ મીડિયાના અનુસાર- 3 મોટા ઝટકા આવ્યા. પહેલો તુર્કિયેના સમય પ્રમાણે, સવારે લગભગ 4 વાગ્યે(7.8) અને બીજો લગભગ 10 વાગ્યે(7.6) અને ત્રીજો બપોરે 3 વાગ્યે(6.0). આ સિવાય 78 આફ્ટરશોક નોંધાયા હતા. જેની તીવ્રતા 4થી 5 રહી.
સીરિયામાં 783 લોકો મૃત્યુ પામ્યા અને 1500થી વધુ લોકો ઘાયલ છે. બંને દેશોમાં મરનારની સંખ્યા 2300થી વધુ થઇ ગઇ છે. લેબનાન અને ઇઝરાઇલમાં પણ ઝટકા અનુભવાયા હતા, પરંતુ અહીં નુકસાનની કોઇ ખબર નથી.
18 આફટર શૉક આવ્યા, 7 તીવ્રતાના 5થી વધારે
યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS)ના જણાવ્યા પ્રમાણે, 7.8 તીવ્રતાના ભૂકંપ પછી 18 આફટર શૉક રેકોર્ડ કરવામાં આવ્યાં, જેની તીવ્રતા 4થી વધારે હતી. પહેલા ભૂકંપ પછી આવેલા 7 મોટા ભૂકંપના ઝટકાની તીવ્રતા 5થી વધારે હતી. એક્સપર્ટ્સના જણાવ્યા પ્રમાણે આગામી થોડા કલાકો કે પછી દિવસો સુધી આફટર શોક્સ અનુભવ થઈ શકે છે.
સૌથી વધારે અસરવાળું શહેર- અંકારા, ગાઝિયાન્ટેપ, કહરામનમારસ, ડિયર્બકિર, માલટ્યા, નૂરદગી શહેર સહિત 10 શહેરમાં ભારે તબાહી થઈ. અહીં 1710થી વધારે ઇમારતો ધરાશાયી થઇ હોવાનું જાણવા મળ્યું છે. અનેક લોકો કાટમાળ નીચે દબાવેયા છે. લોકોને બચાવવા માટે રેસ્ક્યૂ-ઓપરેશન ચાલે છે. અનેક વિસ્તારોમાં ઇમર્જન્સી લાગુ કરી દેવામાં આવી છે.
100 વર્ષ પછી આવ્યો આટલો ખતરનાક ભૂકંપ, 10 હજાર લોકો મૃત્યુ પામી શકે છે
યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS)એ આશ્ચર્યનજક વાત કહી છે. એના આંકડા પ્રમાણે તુર્કિયેમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા એક હજાર થઈ ગઈ છે. આ સંખ્યા 10 હજાર સુધી પહોંચી શકે છે.
USGSએ જણાવ્યું છે કે- 1939માં 7.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારે 30 હજાર લોકોનાં મૃત્યુ થયાં હતાં. ત્યાં જ 1999માં 7.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, ત્યારે 845 લોકોના જીવ ગયા હતા.
તુર્કિયેના રાષ્ટ્રપતિ રેજબ તૈયબ ઇરદુગાને ટ્વીટ કરીને કહ્યું હતું કે ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં બચાવકાર્ય ચાલુ છે. ભૂકંપ દરમિયાન ઓછામાં ઓછા 6 ઝટકા લાગ્યા. ઇરદુગાને લોકોને અપીલ કરી કે તેઓ ધરાશાયી ઇમારતોમાં પ્રવેશ કરે નહીં.
સતત 3 ભૂકંપ આવ્યા
યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS)ના જણાવ્યા પ્રમણે, પહેલા ભૂકંપનું કેન્દ્ર કહરામનમારસ પ્રાંતના ગાઝિયાટેપ શહેરથી 30 કિલોમીટર દૂર અને જમીનથી લગભગ 24 કિલોમીટર નીચે હતું. લોકલ સમય પ્રમાણે આ ભૂકંપ સવારે 4.17 મિનિટે આવ્યો. એની 11 મિનિટ પછી 6.7 તીવ્રતાનો બીજા ભૂકંપ પછી 19 મિનિટ પછી 5.6 તીવ્રતાનો ત્રીજો ભૂકંપ પણ આવ્યો. અનેક લોકો કાટમાળ નીચે દબાઈને મૃત્યુ પામ્યા હોવાની આશંકા જણાવવામાં આવી રહી છે. લોકોને બચાવવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે
કેટલાક સિરિયન શરણાર્થીઓ ભૂકંપના કેન્દ્રની નજીક રહે છે
ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા પ્રમાણે, ભૂકંપના કેન્દ્રની પાસે આવેલા ગાઝિયાટેપ શહેરમાં ઘણા સિરિયન શરણાર્થીઓ રહે છે. યુનાઇટેડ નેશન્સ કમિશનર ફોર રેફ્યુજીસના જણાવ્યા અનુસાર, વિશ્વમાં સૌથી વધુ શરણાર્થીઓ તુર્કીયેમાં રહે છે. એમાંથી 35 લાખ સિરિયન શરણાર્થીઓ છે. તેમની મદદ માટે મોટાં ઓપરેશન ચલાવવામાં આવે છે.
હવે જાણો સિરિયામાં કેટલી તબાહી થઈ...ટ્રેન સેવાઓ રદ
સિરિયાના દમિશ્ક, અલેપ્પો, હમા, લતાકિયા સહિત અનેક શહેરોમાં ભૂકંપના ઝટકાનો અનુભવ થયો. આ શહેરોમાં સરકારે ઇમર્જન્સી ઘોષિત કરી દીધી છે. દેશમાં ટ્રેન સેવાઓ રદ કરી દીધી છે. ભૂકંપથી પ્રભાવિત વિસ્તારોમાં રેસ્ક્યૂ-ઓપરેશન ચલાવવામાં આવી રહ્યાં છે. ભૂકંપથી પ્રભાવિત વિસ્તારોમાં રેસ્ક્યૂ-ઓપરેશન શરૂ છે. અહીંના અનેક લોકોએ જણાવ્યું હતું કે લગભગ 40 સેકન્ડ સુધી ભૂકંપના ઝટકા અનુભવાયા હતા
નવેમ્બરમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
નવેમ્બરમાં તુર્કિયેમાં 6.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેના આંચકા એટલા તીવ્ર હતા કે રાજધાની અંકારા, ઇસ્તંબુલ અને આસપાસના વિસ્તારોમાં એનો અનુભવ થયો હતો. આરોગ્યમંત્રી ફહરેટ્ટીન કોકાએ જણાવ્યું હતું કે 22 લોકો ઘાયલ થયા છે. આ લોકોએ ભૂકંપના ભયથી એક ઊંચી ઇમારત પરથી છલાંગ લગાવી હતી.
1999માં આવેલા ભૂકંપમાં 800થી વધુ લોકોનાં મોત થયાં હતાં
સમાચાર એજન્સી APના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર દુજસે પ્રાંતના ગોલકાયામાં આવ્યું હતું. આ શહેર ઈસ્તંબુલથી 200 કિલોમીટર દૂર છે. આ શહેરમાં 1999માં 7.2ની તીવ્રતાનો સૌથી ભયાનક ભૂકંપ આવ્યો હતો, જેમાં 845 લોકો માર્યા ગયા હતા.
દુનિયામાં દર વર્ષે 20 હજાર ભૂકંપ આવે છે
દુનિયામાં દર વર્ષે અનેક ભૂકંપ આવે છે, પરંતુ એની તીવ્રતા ઓછી હોય છે. રાષ્ટ્રીય ભૂકંપ માહિતી કેન્દ્ર દર વર્ષે લગભગ 20,000 ભૂકંપ રેકોર્ડ કરે છે, જેમાંથી 100 ભૂકંપ એવા છે, જે વધુ નુકસાન પહોંચાડે છે. ભૂકંપ થોડી સેકન્ડ કે થોડી મિનિટો સુધી રહે છે. ઇતિહાસનો સૌથી લાંબો ભૂકંપ 2004માં હિંદ મહાસાગરમાં આવ્યો હતો. આ ભૂકંપ 10 મિનિટ સુધી ચાલ્યો હતો.
Tags:
International