અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

બાળકોને સવારે શાળાએ જવા વહેલા ઉઠાડવા લોઢાના ચણા ચાવવા જેવું કામ છે.

બાળકોને સવારે શાળાએ જવા વહેલા ઉઠાડવા લોઢાના ચણા ચાવવા જેવું કામ છે.

ઠંડીની મોસમ હવે પુરી થવામાં છે.ગરમી ચાલુ થઈ ગઈ છે.રાજ્યની કેટલીક શાળાઓમાં પાક્કી છત નથી .કેટલીક શાળાઓમાં પંખા નથી હવાની અવરજવર માટે બારીઓ નથી.અને પીવાનું શુદ્ધ પાણી પણ નથી .અને વિધાર્થીઓ છે તો ભણાવનાર શિક્ષકો નથી .
ઠંડીમાં વહેલી સવારે કોઈને પણ ઝટ ઉઠવાનું મન થતું નથી .ત્યાં વહેલી સવારે બાળકો ભરઊંઘમાં હોય તે વખતે બળજબરીથી ઉઠાઠવામાં આવે છે તે ક્યાંનો ન્યાય? હમણાં સુધી કોઈને ઠંડીમાં પાળીનો સમય બદલવાની સમજ કેમ ના પડી? હવે ઠંડીની સીઝન લગભગ પતવા આવી છે હવે આવતા વરસે વાત.શિયાળામાં શાળાઓ એક પિરિયડ મોડી શરૂ કરી એ પિરિયડ છેક છેલ્લે કેમ ના લઈ શકાય? જરૂર લઈ શકાય .એનાથી કેટલી બધી રાહત કેટલા બધાને થઈ જાય.મુખ્ય વાત તો બાળકોની ઊંઘ ઉડે અને થોડા તરોતાજા થઈ જાય.
બાળકો એની મેળે શાળાએ જવા તૈયાર થઈ જાય ઉત્સાહ ઉમંગથી ખુશ થતા થતા શાળાએ મિત્રો સાથે હસીમજાક કરતા જાય એ દ્રશ્ય હવે દુલર્ભ થતું જાય છે.
આમ પણ ટી.વી.અને મોબાઈલને કારણે મોડા સુતેલા બાળકો ઝટ સવારે શાળાએ જવા માંડમાંડ ઉઠે છે.આમ બાળકો અને શાળાઓ વચ્ચેના સબંધના શ્રીગણેશ જ ખોટા થાય છે પછી એ બાળક થોડો મોટો થતા શાળાએ ના જવા જાતજાતના અને ભાતભાતના બહાના શોધી કાઢે છે .આમ શાળા અને બાળકો વચ્ચે અંતર વધતું જ જાય છે.
સવારે ઊંઘમાં સુતેલો બાળક માસુમ ફરિશ્તા જેવો લાગતો હોય અને માતા મજબુરીમાં બાળકને બળજબરીથી ઉઠાડવા જોર જોરથી ઘાટા પાડે છે એ દ્રશ્ય હવે તમને દરેક ઘરમાં જોવા મળશે .માતાને બાળકને કેમ શાંતીથી ઉઠાડી શકાય એ વિશે જગતની કોઈ શાળા કોલેજ કે યુનિવર્સિટી માર્ગદર્શન આપી શકતી નથી
કોઈ દિવસ બાળક માતાના પ્રયત્નો પછી પણ ના ઉઠે તો પછી છેવટે પિતાને મેદાનમાં ઉતારવામાં આવે છે .હવે કમને માતાપિતાની બીકે ઉઠેલો બાળક રિક્ષામાં કે સ્કુલ બસમાં કે ક્લાસની બેચમાં સુઈ જાય તો વાંક કોનો કાઢવો એ એક યક્ષ પ્રશ્ન છે.
આમાં સૌથી પહેલા તો બાળકને વહેલા સુવડાવવું ખુબ જરૂરી છે.રાતે 10 પછી બાળકોને મોબાઈલ અને ટી .વી થી દુર રાખવાની ખાસ જરૂર છે આમાં માતાપિતા પોતે મોડી રાત સુધી ટી.વી .જોતા હોય કે મોબાઈલ મચડતા હોય તો બાળક કેવી રીતે વહેલું સુઈ શકે ? સોચ લો ઠાકુર.
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો