વિંછીયા સ્વચ્છતા અભિયાન 2023 અંતર્ગત મેરેથોન દોડનું ભવ્ય આયોજન કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પ્રસ્થાન કરાવ્યું ખુદ મંત્રીશ્રી કુવરજીભાઈ બાવળીયા પાંચ કિલોમીટર દોડ્યા
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
વિછીયા ગામે.રવિવારે વહેલી સવારે 6 કલાકે વિછીયા તાલુકામાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા
વિંછીયાના ઇતિહાસમાં પ્રથમવાર યોજાયેલ મેરેથોન દોડમા ગામ લોકોએ ઉત્સાહ ભાગ લીધો હતો અને કાર્યક્રમને શોભાવ્યો હતો સ્વચ્છતા જાગૃતિના અભિયાન અને જાગૃતિ માટે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા દાઉદી વ્હોરા સમાજની બે મહિલાઓ નરગીશબેન કપાસી ફાતેમાબેન કપાસી આગળ આવી આગેવાની લઈ લોક જાગૃતિ માટે શહેરીજનો સમાજને પ્રેરણાત્મક સંદેશો આપ્યો હતો.
તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352