અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

પતિ દારૂ પીતા પત્નીએ કર્યો જસદણ પોલીસને ફોન

પતિ દારૂ પીતા પત્નીએ કર્યો જસદણ પોલીસને ફોન

જસદણ પોલીસને ખાનપર રોડ પાણીના ટાકા પાસે રહેતા ભાવનાબેન વા/ઓ સુનીલભાઇ રમેશભાઇ વાઘેલા એ આવી જાણ કરેલ કે તેમના પતી સુનીલભાઇ તેમના ઘર પાસે પાણીના ટાકા પાસે દારૂ પીધેલ હાલતમાં છે, 



જેથી જસદણ પોલીસ રવાના થઇ જસદણ, ખાનપર રોડ પાસે પાણીના ટાકા પાસે આવતા એક ઇસમ શેરીમાં જાહેરમા શંકાસ્પદ બેસેલ હોય જેથી તેને ચેક કરતા કેફી પ્રવાહી પીધેલ જણાતા ઇસમનુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ સુનીલભાઇ રમેશભાઇ વાઘેલા જાતે દેવીપુજક ઉ.વ. ૨૬ રહે જસદણ, ખાનપર રોડ, પાણીના ટાકા પાસે તા.જસદણ વાળો હોવાનુ થોથરાતી જીભે જણાવેલ.

 ઈસમે પ્રોહી એક્ટ કલમ ૬૬(૧)બી મુજબ ગુન્હો કરતા સુનીલની જસદણ પોલીસે ધરપકડ કરી હતી.

વધુ નવું વધુ જૂનું