બે વ્યક્તિ મળે બન્ને ગુજરાતી હોવા છતાં વિદેશી ભાષામાં શા માટે વાતો કરે છે ?
વધુ એક માતૃભાષા દિવસ આવી ગયો છે .ખરેખર આપણે માતૃભાષા દિવસની ઉજવણી કરવી પડે છે એ જ બતાવે છે કે માતૃભાષામાં આપને હજુ ક્યાક કાચા પડીએ છીએ
જે ભાષામાં આપણે રડતા શીખ્યા જે ભાષામાં આપણે હસતા શીખ્યા જે ભાષા આપણને ગળથૂથીમાં મળી જે ભાષા આપણે માતાપિતા તરફથી મળી જે ભાષાનો શબ્દ આપણે શો પ્રથમ સાંભળ્યો જે ભાષામાં આપણે પહેલી વાર કાલુ કાલુ બોલવાનો પ્રયત્ન કર્યો હોય જે ભાષામાં આપણે વિચારો આવતા હોય જે ભાષામાં આપણે સપનાઓ આવતા હોય જે ભાષામાં આપના મનમાં હૃદયમાં ભવિષ્યની રૂપરેખા દોરાતી હોય એ ભાષાની જાળવણી માટે માતૃભાષા દિવસ ઉજવવો પડે એ આપણા 6 કરોડ ગુજરાતી માટે બહુ શરમજનક વાત કહેવાય.
ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું અને આપના અઢળક અને મબલખ સાહિત્ય વરસાથી નવી પેઢીને પરિચિત કરાવવા આ દિવસની ઉજવણી કરવી પડે છે
ગુજરાતીઓના કેટલા ઘરોમાં આજે પણ ગુજરાતી અખબાર કે મેગેઝીનો નિયમિત આવે છે? કે ઘરમાં કોઈ ગુજરાતી અખબાર વાંચતુ જ નથી તેથી મંગાવતા જ નથી એજ ઘરમાં સવાર સાંજ પીઝા બર્ગર કે બીજા ફાસ્ટફૂડ નિયમિત આવે છે
ગુજરાતી ભાષા ભુલાઈ કેમ રહી છે તમને ખબર છે? બે વ્યક્તિઓ રસ્તામાં કે કોઈ પણ જગ્યા પર મળે તે વખતે બન્ને વ્યક્તિઓ ગુજરાતી હોવા છતાં વિદેશી ભાષામાં વાતો શા માટે કરે છે એ મને સમજાતું નથી .
તમે ગુજરાતમાં બહાર નીકળો તે વખતે જોજો બધી દુકાનોના બોર્ડ ગુજરાતીમાં હોતા નથી.સામાન્ય વાતચીતમાં પણ આપણે જાણ્યે અજાણ્યે અંગ્રેજી ભાષાના શબ્દોનો વધુ ઉપયોગ કરીએ છીએ
નવી પેઢીને આપને એ.બી .સી .ડી.નો એ પણ આવડતો ના હોવા છતાં અંગ્રેજી માધ્યમમાં મુકીએ છીએ બસ પછી બાળકને ગુજરાતી સાંભળવા તો મળે છે પણ ગુજરાતી લખતા અને વાંચવાની તાલીમ મળતી નથી .
આપને ગર્વ લેવો જોઈએ કે વિશ્વના લગભગ તમામ દેશોમાં ગુજરાતીઓ વસે છે.
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી
ત્યાં ત્યાં ગુજરીની મહોલાત.
માં માતૃભાષા અને માતૃભૂમિનું ઋણ ક્યારેય ઉતારી શકાતું નથી.
આપણે જેટલા ગર્વ અને વટથી અંગ્રેજી ભાષા બોલીએ છીએ એનાથી ચાર ઘણા ગર્વ અને વટથી ગુજરાતી ભાષા બોલાવી જોઈએ આપણે આપણી ભાષાનું અભિમાન હોવું જ જોઈએ.
ગુજરાતીમાં કેમ છો કહેવાથી જે આત્મીયતા લાગણી થાય છે તે હાય માં ક્યાંથી થાય? માતૃભા ષા જે મીઠાશ અહેસાસ હોય છે તે બીજી ભાષામાં ક્યાંથી લાવવો?
આપણી માતૃભાષા ખુબ જ સુંદર અને સરસ છે.આપણી માતૃભાષા તો આપણા રગરગમાં સમાયેલી છે ખાલી દેખાડા ભપકા માટે વિદેશી ભાષાનો મોહ શા માટે રાખવો?
આપણી ગુજરાતી ભાષા 700 વરસ જુની છે એમાં નર્મદ મરીઝ નરસિંહ મહેતા મીરાબાઈ દયારામ પ્રેમાનંદ અખાથી માંડીને હરકિસન મહેતા ઉમાશકર થી ગુણવંત શાહ સુધી વિસ્તરેલી છે કલાપી ઝવેરચંદ મેઘાણી થી લઈ આજના ભગવતીકુમાર શર્મા સુધીનો લાંબો ઇતિહાસ છે
કોઈ વ્યક્તિ સાથે તમે વાત કરો એ સમજે એવી ભાષામાં વાત કરો તો તમારી વાત એના મસ્તક સુધી જાય છે પણ એજ વાત તમે તેની માતૃભાષામાં કરો તો એના હૃદય સુધી જાય છે
માસીને વધાવવા માને ભુલવાની નથી.આપના સુરતી દિગજ્જ કવિ મિત્ર રઇશભાઈ મણીયાર સાહેબે ખુબ જ સરસ વાત કરી છે.
મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે.
ભૂંસાવા ક્યાં દીધો કક્કો હજી પાટીમાં રાખ્યો છે.
મલક કઈ કેટલા ખૂંદયા બધાની ધૂળ ચોંટી પણ
હજુ પણ મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે.
રઇશ મણીયાર
આપણે પણ આપની માતૃભાષાને દિલ દિમાગ અને હૃદયમાં ગૌરવવંતુ સ્થાન આપીએ
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
Tags:
Information