અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણ નગરપાલિકામાં આગામી વિકમાં ભાજપના શાસનની મુદ્દત પુર્ણ: વહીવટદારનું શાસન આવે એવી શક્યતા

જસદણ નગરપાલિકામાં આગામી વિકમાં ભાજપના શાસનની મુદ્દત પુર્ણ: વહીવટદારનું શાસન આવે એવી શક્યતા
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ નગરપાલિકામાં છેલ્લાં પાંચ વર્ષથી ચાલતાં ભાજપના શાસનનો આગામી વિકમાં અંત આવી જશે કારણ કે થોડાં દિવસોમાં ચૂંટણીની મુદ્દતનો સમય પાંચ વર્ષ પુરા થશે જસદણ નગરપાલિકામાં ગત ચૂંટણીમાં કુલ મળી ૨૮ નગરસેવકો ચૂંટાયા હતા જેમાં ભાજપમાંથી ૨૩ અને કૉંગ્રેસમાંથી પાંચ સભ્યો ચુંટાયા હતાં 
ચૂંટણી બાદ પ્રથમ પ્રમુખ તરીકે જીજ્ઞેશભાઈ જીવનભાઈ હીરપરાએ અઢી વર્ષ સુધી બીજા તબક્કામાં અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલિયા અઢી વર્ષ માટે પ્રમુખપદે રહી તેમણે અનેક રેકોર્ડ સ્થાપિત કર્યાં હતાં અનિતાબેનના શાસન દરમિયાન તેમણે રોડ રસ્તા પાણી ગટર જેવાં અનેક કામો જે લાંબા સમયથી અણઉકેલ હતાં તેને વેગવંતા બનાવી તે કરોડો રૂપિયાના ખર્ચે બનાવી લોકોમાં રાહત પ્રસરાવી ખાસ કરીને અનિતાબેનના શાસનકાળ દરમિયાન ૧૨ જેટલી ખાસ અને સામાન્ય સભા યોજાય જેમાં દરેક સભામાં ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ જે વિકાસના કાર્યોમાં જે સહકાર આપ્યો હતો તે પણ પાલિકાના ઇતિહાસમાં એક રેકોર્ડ છે ત્યારે આગામી સમયમાં જસદણમાં વહીવટદારનું રાજ આવશે તે નક્કી છે.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું