સાચા અર્થમાં ઉર્દુ અને ફારસી શેરોના શહેનશાહ મીરઝા ગાલિબ
જ્યારે તમે મહેફીલની વાતો કરો શેરો શાયરી ગઝલોની વાત કરો તો તમને મીરઝા ગાલિબનું નામ અચુક લેવું જ પડે.
ઉર્દુ અને ફારસી શેરોના આ રચનાકારની ઉર્દુ અને ફારસી શેરોનો ગુજરાતી અનુવાદ આપના સુરતી હરફન મૌલા રઈશભાઈ મણીયાર સાહેબે કરી મીરઝા ગાલિબની અમર રચનાઓ ગુજરાતીમાં આપી છે.રઈશભાઈ ઓલરાઉન્ડર પ્રતિભાશાળી સતત દોડતા રહી કઈને કઈ અનોખું સાહિત્યજગતને આપતા રહે છે.ગાલિબના ફારસી શેરોનું સરળ સમજાય એવા ગુજરાતી શબ્દોમાં અનુવાદ કરી ગાલિબનામાં નામનું અદભુત પુસ્તક તૈયાર કર્યું છે.
જેનો અંદાજે બયા કઈ અલગ છે તે મહાકવિ ગાલિબનો જન્મ તાઝમહાલ નગરી આગ્રામાં થયો હતો.27 મી ડિસેમ્બર 1797 માં જન્મેલા ગાલિબ એક અલગ હસ્તી અલગ અલગારી શાયર હતા.
ગાલિબના લગ્ન 1810 માં 9 મી ઓગસ્ટના દિવસે માત્ર 13 વરસની ઉંમરે દિલ્હીના પ્રસિધ્ધ ઘરાના ઇલાહી બક્ષ મારુફની પુત્રી ઉમરાવ સાથે થયા હતા
1969 માં ભારતીય ટપાલ વિભાગે ગાલિબની પુણ્યતિથિના શતાબ્દી અવસર પર ગાલિબના માનમાં ટપાલ ટીકીટ બહાર પાડી હતી 2017 માં ગાલિબની 200 મી જન્મજયંતિ નિમિતે ગુગલે તેમને ગુગલ દુગલ સ્વરૂપે યાદ કર્યા છે.
મીરઝા ગાલિબના દિલમાંથી નીકળેલા શબ્દો સીધા આપના દિલમાં વસી જાય છે.
દુઃખની વાત એ છે કે જે શેરો ગાલિબએ લખ્યા જ નથી એવા શેરો નીચે ગાલિબનું નામ લખી ફોરવર્ડ કરવામાં આવે છે મહેરબાની કરીને આવું કોઈ દિવસ કરશો નહીં.કેમ કે ગાલિબને સમજવા હોય તમારી પાસે દ્રષ્ટિ અને યોગ્યતા હોવા જોઈએ ગાલિબના શેરોની ગહનતા અને સકુંલતા સમજતા વાર લાગશે ગાલિબ એમના સમયના લોકોની સમજ અને રુચિ કરતા ઘણા આગળ હતા
ગાલિબની ગઝલોમાં તમને પ્રેમિકા ઝુલ્ફો વિગેરે ખાસ જોવા નહી મળે .ગાલિબે ધર્મ માનવીય ગૌરવ જેવા અલગ વિષય પર વધુ શેરો લખ્યા છે
ગાલિબના શેરોની એક ઝલક.
કરજ કી પીતે થે મય લેકીન સમજતે થે કી હા
રંગ લાયેગી હમારી ફાંકા મસ્તી એક દીન .
ઉનકો દેખને સે જો આ જાતિ હે મુહ પે રોનક
વો સમજતે હે કી બીમાર કા હાલ અચ્છા હે.
હર એક બાત પે કહેતે હો તુમ કી તુમ ક્યાં હો
તુમ્હી કહો કી અંદાજે ગુફતગુ ક્યાં હે
વો આયે ઘરમેં હમારે ખુદાકી કુદરત હે
કભી હમ ઉનકો કભી અપને ઘરકો દેખતે હે
225 વરસ પછી પણ તરોતાઝા લાગે એવા સર્જક ગાલિબને એમના આજના જન્મદિવસ નિમિતે કોટી કોટી વંદન
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
Tags:
Information