અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

હિંદી ફિલ્મોમાં કથા પટકથા સંવાદો ગીત સંગીત અભિનય પર ક્યારે ધ્યાન અપાશે ?

હિંદી ફિલ્મોમાં કથા પટકથા સંવાદો ગીત સંગીત અભિનય પર ક્યારે ધ્યાન અપાશે ?

પહેલા નિર્માતાઓ નિર્દેશકો એક એક દ્રશ્ય માટે દિવસો સુધી મથતા હતા .વાર્તા પટકથા માટે સેંકડો વાર્તા સાંભળવા માટે સમય કાઢતા હતા ગીતના બોલ માટે ખુબ જ મહેનત કરવી પડતી હતી ક્યારેય અનાયસે મુખડું મળી જતું હતું અભિનય માટે કલાકારો કેટલા દિવસ પહેલાથી રિહર્સલ કરતા હતા પાત્રોમાં ઘૂસી પડદા પર પાત્રો સાચા અર્થમાં 
પરદા પર જીવંત કરતા હતા સંવાદ લેખકો દ્રશ્ય પ્રમાણે યોગ્ય અસરકારક દમદાર સંવાદો લખતા હતાં
હવે તો હવેના નિર્માતા નિર્દેશકોએ બુદ્ધિનું દેવાળું ફુક્યું છે કરોડો ખર્ચ સેંકડો નાના મોટા ટેક્નિશયન રાતદિવસની મહેનત કરવા ફિલ્મનું સારું નામ પણ આપી શકતા નથી એટલે ફિલ્મના નામ સાથે ભાગ 1 ભાગ 2 ભાગ 3 એમ કરી ગાડું ગબડાવવામાં આવે છે પણ કોઈને પણ એક સારું નામ ફિલ્મ માટે મળતું નથી 
ગીતકારો સંગીતકારોના ગીતમાં એટલો ઘોઘાટ શોરબકોર હોય છે ગીતના શબ્દો શોધવા પડે 
કલાકારોના અભિનય માટે શું કહેવું ? અભિનય કરતા નાટકીયતા વધારે લાગે છે .
આજની હીરોઇનને તો આજે અંગ પ્રદશન સીવાય કઈ કામ હોતું જ નથી અમુક મુખ્ય અભિનેતા એટલા ઢીલા હોય છે ફિલ્મનો ખલનાયક વધુ તાળી મેળવી જાય છે 
તમે કરોડોનો ખર્ચો કરો પણ મુખ્ય પાસા અભિનય સંવાદો કથા પટકથા ગીત સંગીત એડિટિંગ પર દયાન આપો જ નહી સારા ગીતને બદલે અશ્લીલ આઇટમ ગીતને વધુ મહત્વ આપો એ વાત જ સાબીત કરે છે કે તમને તમારા ગીત સંગીત માટે આત્મવિશ્વાસ નથી તમારા કામ પર ભરોસો નથી .સીનેરસિકો આજે પણ શોલે મુગલે આઝમના એક એક દ્રશ્ય પ્રમાણે સંવાદો હજુ આજે પણ વરસો વીત્યા પછી કડકડાટ બોલવાવાલા સીનેપ્રેમીઓ તમને ગલી ગલીમાં મળી આવશે 
આજના ગીતો તો સિનેમા હોલની બહાર નીકળતા હોય તે વખતે આપને યાદ પણ હોતું નથી કે ફિલ્મમાં ક્યાં ક્યાં ગીત હતા ? અંરે ફિલ્મમાં ગીત કેટલા હતા એ પરાણે યાદ કરો તો પણ યાદ આવશે નહીં 
આપને મોહન કેપિટલમાં 1/20 બાલકની હતી તે વખતે આપની પાસે બાલ્કનીની ટીકીટ લેવાના 1/20 રૂપિયા પણ નહોતા 70 પૈસામાં અપરની ટીકીટ લઈ ફિલ્મ જોવાની મજા માણતા હતા એવી મજા આજે મલ્ટીપ્લેક્સમાં 1500 ખર્ચો કરવા છતાં આવતી નથી 
આજની ફિલ્મો જબરદસ્તીથી મારી મચોડીને સફળ બનાવવાના મિથ્યા પ્રયત્નો થાય છે પણ આમાંથી એક પણ ફિલ્મ સીનેરસિકોના મન મસ્તક હૃદયમાં સ્થાન મેળવી શકતી નથી 
સાઉથની ફિલ્મોની રિમેક ક્યાં સુધી બનાવ્યા કરીશું ?ક્યાં વિદેશી હિટ ફિલ્મોની નકલ ક્યાં સુધી બનાવ્યા કરીશું ? માત્ર ભવ્ય આલીશાન સેટ વિદેશી લોકેશન ભપકા લાઇટિંગની ચકાચૌધથી કયારેય કોઈ ફિલ્મ સફળ થઈ નથી અને થવાની નથી 
તમારી પાસે આધુનિક ટેકનોલોજી છે અદ્યતન કોમ્યુટરો તમારી મદદમાં છે તમને જોઈએ એવી મદદ મળી રહે છે રૂપિયાની પણ રેલમછેલ હોય છે ફીલ્મના પ્રચાર માટે શહેર શહેર ભટકવા કરતા મુખ્ય પાસા પર દયાન આપો.
શુ હવે આપણે બીજી પાકિઝા મુગલે આઝમ ક્યારેય જોવા મળશે કે નહી?
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
વધુ નવું વધુ જૂનું