વીંછિયાના ખોડીયાર પરા વિસ્તારમાં થઈ ચોરી
વિછીયા ગામમાં રહેતા નાનુબેન ભીખાભાઈ પરમાર તથા વિજયભાઈ અમરાભાઇ મારુ જે વકીલ ખોડીયાર પરા વિસ્તારમાં આવેલ મકાનમાં રહે છે અને લગ્નના કામે બહારગામ ગયેલ હતા ત્યારે તારીખ 19.02.2023 રવીવાર ના રોજ રોજ સાંજના અજાણ્યા શખ્સો દ્વારા સોનાની વીંટી નંગ 2 સોનાની કડી નંગ બે નાકનો દાણો નંગ એક ચાંદીનો મંગળસૂત્ર નંગ એક તથા રોકડ રૂપિયા 15000 એમ કુલ મળીને 60 થી 70 હજાર રૂપિયા ની ચોરી કરી ગયેલ આ બનાવ બાદ વિછીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ડોગ સ્વોડ દ્વારા ઘરની તપાસ કરી ચોરને ગોતવા વિછીયા પોલીસે તપાસ આદરી છે.