WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

દાઉદી વ્હોરા સમાજની ટિફિન વ્યવસ્થામાં આજથી ૧૪ દિવસનું સળંગ વેકેશન

દાઉદી વ્હોરા સમાજની ટિફિન વ્યવસ્થામાં આજથી ૧૪ દિવસનું સળંગ વેકેશન

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
વર્ષોથી દાઉદી વ્હોરા સમાજના બપોરના ધેર ધેર આવતું એક સમયનું ટિફિનમાં આજે મંગળવારથી સળંગ ૧૪ દિવસનું વેકેશન જાહેર કરાતાં આજથી વ્હોરા ગૃહિણીઓને ફરજિયાત છે ક ૧૪ દિવસ સુધી રસોઈ કરવાની વધું મથામણ કરવી પડશે 
સૌરાષ્ટ્રના રાજકોટ ભાવનગર જસદણ અમરેલી બોટાદ મોરબી સુરેન્દ્રનગર જુનાગઢ પોરબંદર જામનગર સહિતના દેશભરના અનેક ગામોમાં દાઉદી વ્હોરા સમાજના બહુધા વસવાટવાળા ગામેગામમાં છેલ્લાં એક દશકાથી વધું સમયથી સર્વોચ્ચ ધર્મગુરુ નામદાર ડો.સૈયદના સાહેબ દ્વારા દરરોજ એક સમયનું ભોજન ટિફિન દ્વારા આપવામાં આવે છે 
આ વ્યવસ્થા કરનારાઓને વર્ષમાં આરામ અથવા તો ક્યાંક જવાનું હોય તે માટે દર ઇસ્લામી શાબાન માસમાં ૧૪ દિવસનું વેકેશન રાખવામા આવે છે તે વેકેશન આજથી સળંગ ૧૪ દીવસ સુધી પડી જતાં વ્હોરા ગૃહિણીઓને આજથી રસોડાની કામગીરી ડબલ થઈ ગઈ છે
અત્રે નોંધનીય છે કે 
- ભોજન સમાજના ભવનમાં તૈયાર થાય છે. કોઇના ઘરે મહેમાન હોય તો કમિટીને સભ્યોની સંખ્યા પ્રમાણે ભોજનની માત્રા વધારવાની જાણ કરવામાં આવે છે.
- સામૂહિક ભોજન બનાવવા માટે ફૈઝ ઉલ મવાઈદ બુરહાનિયા કમિટી બનાવી રાખી છે, જે ભોજનની ગુણવત્તા, વિતરણની વ્યવસ્થા વગેરે જોવે છે. 
- દાણા કમિટી રસોઇનું રાશન ખરીદવાની જવાબદારી નિભાવે છે. આ કમિટીમાં 10 સભ્યો છે. 
ભોજનનું મેનુ કેલેન્ડર પ્રમાણે

- સામૂહિક ભોજન પ્રમાણે, કેલેન્ડર નક્કી કરીને ધર્મગુરુના સ્તર પર બનાવેલી કમિટી સ્થાનિક કમિટીને મોકલી આપે છે. 
- મેનુ કેલેન્ડર પ્રમાણે જ નક્કી થાય છે. અઠવાડિયામાં એક દિવસ મિઠાઇ તેમજ તહેવારો પર મિઠાઈ સહિત દરેક દિવસ માટે દાળ, શાકનું મેનુ નક્કી છે. 
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો