ગુજરાતી ગઝલોમાં 5 પેઢીનું કામ એકલા હાથે કરનાર હરદીલ અઝીઝ સુરતી શાયર મરીઝ સાહેબ.
: ગુજરાતી ગઝલોને ખીણમાંથી કાઢીને ગલી ગલીમાં અરે ઘરે ઘરે ગુંજતી કરનાર રાજા મહારાજા દરબારની જ શાન ગણાતી ગઝલો સાવ સામાન્ય માણસ સમજી શકે માણી શકે યાદ કરી ફરી ફરી ગુનગુનાવી શકે તે રીતે સાવ સરળ સાદા પણ ચોટદાર વેધક શબ્દોમાં રજુ કરનાર મરીઝ સરનો 22 મી ફેબ્રુઆરીએ જન્મદિવસ છે.
ઝાંપાબઝારમાં આવેલી મદરેશા તેયબીયા સ્કૂલમાં શિક્ષક અબ્દુલભાઈ વાસીને ત્યાં ગઝલોને આ સરતાજનો જન્મ થયો હતો.
ઝાંપાબઝારમાં આવેલા પઠાણવાડામાં દાઉદી વોહરા પરિવારમાં મરીઝ સાહેબનો જન્મ થયો હતો.મરીઝ સાહેબનું મુળ નામ અબ્બાસભાઈ અબ્દુલભાઈ વાસી છે
મરીઝ જેમને પોતાના ઉસ્તાદ ગણતા હતા તે અમીન આઝાદે " મરીઝ " ઉપનામ સૂચવ્યું હતું
.મરીઝ સાહેબ સાવ સીધા સાદા કપડાં પહેરતા હતા .મરીઝ સાહેબ કદી રૂપિયા પાછળ દોડ્યા નહોતા.મરીઝ સાહેબ જેના લાયક હતા તે આદર માન સન્માનની કદી પરવા કરી નહોતી.પબ્લિસિટી પ્રસિદ્ધિથી મરીઝ સાહેબ બહુ દુર હતા એકદમ ઓલિયા ખુદના નેક બંદ હતા .
દુઃખની વાત એ છે કે મરીઝ સાહેબની ગઝલો બીજા શાયરો પોતાના નામે ચડાવીને રજૂ કરતા હતા આજે પણ કરે છે પણ મરીઝ સાહેબ ગુજરાતી ગઝલોને ધૂમકેતુ છે જે દરેક યુગમાં જન્મતા નથી.
: મરીઝ સાહેબને ભણવામાં રસ નહોતો .માત્ર 17 વરસની વયે મરીઝ સાહેબ સુરત છોડી મુંબઈ સ્થાઈ થયા.
તમને જાણીને નવાઈ લાગશે કે મરીઝ સાહેબના કુટુંબ પરિવારમાં કોઈ ગઝલકાર કે સાહિત્યકાર હતા નહીં છતાં મરીઝ સાહેબ ગઝલોના સરતાજ ગણાય છે.
માત્ર 14 વરસની વયે ફોઈની દીકરીના જન્મદિવસે ગઝલની શરૂઆત કરનાર મરીઝ સાહેબ ગઝલોને હિમાલયની ટોચ પર લઈ ગયા
બીજા શાયરોના શેરો યાદ કરો તમને પાંચ દસ પચીસ શેરો 5/7 ,ગઝલો યાદ આવશે પણ મરીઝ સાહેબના 250 થી વધુ શેરો રોજબરોજ સાહિત્યરસિકોને કંઠસ્થ છે લોકપ્રિય છે
આપના સુરતી દિગગજ રઈશભાઈ મણીયાર સાહેબે મરીઝ સાહેબ વિશે સાહિત્ય રસિકો ગઝલપ્રેમીઓ મરીઝ સાહેબના સર્જનથી કામથી પરિચિત થાય એ માટે મરીઝ ' અસ્તિત્વ અને વ્યક્તિતવ " નામનું બધા ગઝલપ્રેમીઓએ મરીઝ સાહેબને જાણવા અને માણવા વાંચવા વસાવવા જેવું પુસ્તક તૈયાર કર્યું છે જીવનનું અમૂલ્ય સંભારણું આ પુસ્તક છે
મરીઝ સાહેબના સુપુત્ર જનાબ મોહસીનભાઈ વાસી સાહેબ જીવનના આઠમાં દાયકામાં સક્રિય રહી મરીઝ સાહેબ જેમ લોપ્રોફાઇલ રહે છે તમે કઈ કામ માટે એમને ફોન કરો તો ખુબ જ ઉત્સાહ ઉમંગથી માહિતી આપે છે જાહેરમાં દેખાવાનું પણ પસંદ કરતાં નથી.
મરીઝ સાહેબની ગઝલોના મને ગમતા કેટલાક શેર
" ગળામાંથી જ્યાં ઊતરી કે તોફાની થઈ ગઈ.
હતી જામમાં સાવ સીધી મદિરા"
મરીઝ સાહેબનો એક અદભુત શેર
" ફક્ત હું એમના માટે ગઝલ લખું છું " મરીઝ "
આ ચાર પાંચ જે મારો કમાલ સમજે છે'
" મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી
ખબર નહોતી કે એમાં કલા હોવી જોઈએ"
" મુજ પર સીતમ કરી ગયા મારી ગઝલના શેર
વાંચીને એ રહે છે બીજાના ખ્યાલમાં"
" મરીઝ અમને ના સમજાયું હજી પણ
કે આ ઉંમર વધે છે કે ઘટે છે"
" અસર આવી નથી જોઈ મે વરસોની ઇબદતમાં
ફક્ત બે જામમાં તુર્ત જ જીવન બદલાઈ છે સાકી"
" મિત્રો ખુદા પરસ્ત મળે છે બધા મરીઝ
સોંપે છે દુઃખના કાળમાં પરવરદિગારને "
શાયર છું મારી રીતથી બોલીશ હું ગઝલ
બુલબુલ તો હું નથી કે ફક્ત કંઠ દાદ લે "
" ફક્ત એક જ ટકો કાફીને પુરતો છે મોહબ્બતમાં
ને નવ્વાણું ટકા બાકીના ખર્ચી નાખ હિંમતમાં'
ગઝલો લખવું કચપોચાંનું કામ નથી
હજારો મંથનો દિલના ઉજાગરા અગણિત
વસુલ આમ કરી લે છે ખુદના દામ ગઝલ"
ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન
એક પળ એવી દેશે વિતાવી નહી શકે"
જ્યાં સુધી ગુજરાતી ગઝલો ગુંજતી રહેશે ત્યાં સુધી મરીઝ સાહેબનું નામ અને કામ મહેકતું રહેશે.
સુરતના આ ગઝલોના સાચા સુપરહીટ સુપરસ્ટાર મરીઝ સાહેબને એમના આજના જન્મદિવસ નિમિતે દુનિયાના ખૂણે ખૂણે વસતા ગુજરાતી ગઝલપ્રેમીઓ તરફથી કોટી કોટી નતમસ્તક વંદન.
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
Tags:
Information