અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણમાં જુના બસસ્ટેશન વિસ્તારમાંથી દારૂ સાથે એક મહિલા ને પોલીસે પકડી

જસદણમાં જુના બસસ્ટેશન વિસ્તારમાંથી દારૂ સાથે એક મહિલા ને પોલીસે પકડી 

જસદણમાં વિસ્તારમાં અવારનવાર અનેક પ્રકારના ગુનાઓ નોંધાય રહ્યા છે ત્યારે જસદણમાં બીજો એક દેશી દારૂ ના વેચાણ નો બનાવ બહાર આવ્યો 
જસદણ પોલીસ જુની નગરપાલીકા પાસે તપાસ માટે પહોંચતા એક મહીલા ઇસમ હાથમાં પ્લાસ્ટીકની થેલી લઇને ઉભેલા જોવા મળેલ 
જસદણ પોલીસ દ્વારા તુરંત શંકાનાં આધારે ચેક કરવા જતા 
તે મહિલા પોલીસને જોઇ જતા ભાગવા લાગી ત્યારે પોલીસ સાથેના મહીલા પો.કોન્સે તે મહિલા ને પકડી લીધેલ અને થેલી અંદર ધ્યાન થી જોતા દેશી દારુ જેવું કેફી પ્રવાહી ભરેલ હતું 
ત્યારબાદ તે મહિલા ને રૂબરૂ નામઠામ પુછતા પોતે પોતાનું નામ - શાંતુબેન હરેશ ભાઇ મોહનભાઇ સાઢમિયા જાતે-દે.પુ ઉવ-૫૫ ધંધો-ઘરકામ રહે.જસદણ નદીના કાંઠે જુની નગરપાલીકા પાસે તા-જસદણ હોવાનુ જણાવેલ અને મહીલા ઇસમે પ્રોહી કલમ-૬૫ એએ મુજબ ગુન્હો કરતા જસદણ પોલીસે અટક કરી હતી.
Source : Divyabhaskar
વધુ નવું વધુ જૂનું