અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

શુ ફક્ત એક મિનિટ આપનો અભિપ્રાય મત વિચારસરણી નિર્ણય ફેંસલો બદલી શકે છે ?

શુ ફક્ત એક મિનિટ આપનો અભિપ્રાય મત વિચારસરણી નિર્ણય ફેંસલો બદલી શકે છે ?

આપને ત્યાં મોબાઈલ આવવાને ઘણો સમય હવે થઈ ગયો છે પણ મોબાઈલનો યોગ્ય ઉપયોગ કરતા આપને આવડતું નથી મોબાઈલથી ફાયદા લેવાના બદલે મેસેજ કે વિડિઓ ખરો છે કે ખોટો છે એની માથાકુટમાં પડ્યા વગર ધડાધડ મેસેજ અને વિડિઓ આપને આપના મોબાઈલમાં જેટલા પણ ગ્રુપ છે એમાં મોકલી આપીએ છીએ.
હાલમાં આપના જાણીતા સંવાદ લેખક જાવેદ અખ્તર પાકના લાહોર શહેરમાં ઉર્દુના મહાન શાયર ફેઝ અહેમદ ફેઝની સ્મૃતિમાં યોજાયેલા કાર્યકમમાં ભાગ લેવા લાહોર ગયા હતા 
જાવેદના પિતા જાનીસાર અખ્તર સાહેબ પણ મોટા ગજાના શાયર હતા જાવેદ પણ વરસોથી સાહિત્યમાં ઊંડો રસ લઈ પોતાની રચનાઓ રજુ કરતા રહે છે 
આ જાવેદ લાહોર જવાના હતા એટલે આપના વોટ્સઅપીયા કઈ પણ સમજ્યા વિચાર્યા વગર જાવેદ દેશદ્રોહી છે જાવેદ ભલે ભારતમાં રહેતા હોય પણ દિલથી પાકિસ્તાની છે એક મિત્રએ લખ્યું કે જાવેદ પોતાના પ્યારા પાક પહોંચી ગયા આમ જાવેદની ભરપૂર ટીકાઓ થવા લાગી.આપના બહાદુર મોબાઈલધરકોએ જાવેદને પેટભરી ભરીને ગાળો દીધી .
હવે જાવેદ લાહોર કાર્યક્રમમાં પહોંચ્યા .ત્યાં હાજર પાકિસ્તાનિઓએ જાવેદને ઘણા બધા સવાલો પૂછ્યા જાવેદે બધાના જવાબ આપ્યા જાવેદના જવાબનો પૂરેપૂરો વિડિઓ હજુ આવ્યો નથી પણ જાવેદના જ્વાબોની માત્ર એક મિનિટની વિડિઓ કલીપ સામે આવી છે એમાં આપના મોબાઇલયા અને વોટ્સએપિયા ખુશીથી નાચી ઉઠ્યા છે અને પાછા ધડાધડ એક મિનિટની વિડિઓ કલીપ મોકલવા માંડ્યા છે  
જાવેદને સ્વાભાવિક છે કે ભારત પાકના બગડેલા સંબધો પર સવાલ પુછાયા હશે જાવેદ કહે છે જો ફિઝા ઇતની ગરમી હે વો કમ હોની ચાહિયે.
જાવેદે ભારપૂર્વક કહ્યું છે કે હમેં ભારતમાં તમારા નુસરત મહેંદીના હસનના મોટા મોટા સફળ કાર્યક્રમો કર્યા પણ તમારા પાકમાં હમારી લતા મંગેશકરનો એક પણ કાર્યકમ તમે કરીને બતાવ્યો નથી 
જાવેદે મુંબઈના આતંકી હુમલા પર પાકિસ્તાનીઓની બોલતી બંધ કરી દીધી જાવેદે કહ્યું કે હમારા મુંબઈ પર કેવી રીતે હુમલો કરવામાં આવ્યો ? એ હુમલાખોરો નોર્વે કે ઇજિપ્તથી આવ્યા નહોતા એ હુમલાખોરો પાકમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે આવી ફરિયાદ દરેક ભારતીયોના મનમાં હોય તો તમને એનું ખોટું લાગવું જોઈએ નહી.
જે લોકો જાવેદને ભરપેટ ગાળો દેતા હતા એ બધાને રાતોરાત જાવેદમાં દેશભક્ત હોવાના દર્શન થયા જાવેદની તારીફ થવા લાગી અનેક મિત્રોએ તો જાવેદને આ પરાક્રમ બદલ ભારત રત્ન મળવો જોઈએ એવી માંગો પણ કરી છે 
બોલો આપણને થયું છે શું? આપની સોચ સમજને શુ થયું છે ? 
જો કોઈ એક મિનિટમાં તમે એક વાત કરતા હોય અને બીજી મિનિટમાં બીજી વાતો કરતા હોય તો શું કરવું?
શુ માત્ર એક મિનિટમાં કોઈને દેશભક્ત કે દેશદ્રોહી કહી દેવાય?
શુ આ બરાબર કહેવાય?
આ અગાઉ જાવેદ પહેલા આપના ડેસિંગ ફિરોજખાન પણ આવું પરાક્રમ પાકની ધરતી પર કરી ચુક્યા છે .
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
93769 81427
વધુ નવું વધુ જૂનું