અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

યુવાનો દેશને વિશ્વગુરુ બનાવી શકે છે.

યુવાનો દેશને વિશ્વગુરુ બનાવી શકે છે.

તમને ખબર છે આપને ત્યાં ચૂંટણીઓ કેમ થાય છે? ચૂંટણીઓનો મૂળભૂત હેતુ જ ભુલાઈ ગયો છે દેશની પ્રજાની સુખાકારી માટે ચૂંટણીઓ યોજાવી જોઈએ.દેશની પ્રજાના હિત માટેની યોજના ઘડવા અને અમલ કરવા માટેના સભ્યો પ્રજામાંથી અરે પ્રજા મારફત નિમણુંક કરી શકાય એ માટે ચૂંટણીઓ યોજાવી જોઈએ.આમાનો જરા પણ અંશ તમને આજની ચૂંટણીઓમાં દેખાઈ છે ખરા? 
ચૂંટણીઓ લોકશાહી માટે નહી પ્રજા માટે નહી સામસામે આક્ષેપો ગાળીગલોચ કરવા ચૂંટણીઓ યોજાય છે શું આના માટે આપના ગણ્યા ગણાય નહીં એટલા રૂપીયા સેંકડો માનવ કલાકો મહેનત શ્રમ કરવામાં આવે છે?
દેશની પ્રજાએ તમારામાં વિશ્વાસ મુકીને તમને લાયક ગણ્યા છે અને તમને લોકશાહીનું રક્ષણ કરવાની જવાબદારી સોંપી છે તો તમને એટલું તો સમજવું જોઈએ કે સામેવાલાના ગુના ગણાવવાથી કઈ તમારા ગુના માફ થવાના નથી 
સામે પક્ષવાલાએ લાંચ રીશ્વત લીધી હોય એટલે તમને એમ કરવાનું લાઈન્સન્સ મળી જતું નથી 
મૂળ વાત એ છે કે પ્રજાના હિતની કોઈ વાત કોઇ યોજના તમારી પાસે છે જ નહીં જે મુદ્દાઓ હતા તે બધા હવે ચાલે એમ નથી એ મુદ્દાઓ ઘસાઈ ઘસાઈને વેડફાઈ ગયા છે એમાંના કોઈ મુદ્દા પર તમે નજર આવે એવી કોઈ કામગીરી કરી નથી એટલે એ મુદ્દાઓ તમને કામ લાગે એમ નથી અને નવા મુદ્દાઓ તમે શોધી શકવાના નથી એટલે સાવ ફાલતુ વાતો કરી મતદારોને ભ્રમિત કરો છો અને જે કઈ વાત કે મુદ્દાઓ હોતા જ નથી એવી કોઈ સાવ ફાલતુ વાત પર ચૂંટણીઓ લડવામાં આવે છે આમાં લોકશાહી અને પ્રજા બન્ને ક્યાંય આવતી નથી 
જનતામાં હાજર સારા લોકો જે એક સમયે રાજનીતિમાં આવવા ઈચ્છતા હતા કે આવવા ઈચ્છે છે અથવા ઈચ્છતા હશે તેમના મનમાં રાજકારણ અંગે નકારાત્મક દ્રષ્ટિકોણ ઉતપન્ન કરવાનું કામ રાજકારણમાં આવી ગયેલા અપરાધિઓ ગુંડાઓ ભ્રષ્ટાચારીઓ અને નકામા લોકોએ જ કર્યું છે જેનું નુકશાન જેની કયારેય ના પુરી શકાય એવી ખોટ સમાજ દેશ અને દેશના નાગરિકો સહન કરી રહ્યા છે 
આજે દેશને સારા નિર્મળ રાજકારણની જરૂર છે અને તેની પૂર્તિ આપના યુવાનો કરી શકે છે એ માટે યુવાનોએ પહેલાથી જ ચાલ્યા આવતા રીતરિવાજોનો વિરોધ કરી હાલના રાજકારણને સાચું માર્ગદર્શન અને સાચી સલાહ આપવી પડશે 
અબ્બાસભાઈ કૌકાવાલા 
સુરત
વધુ નવું વધુ જૂનું