જસદણમાં કાલે ગોંડલના પુર્વ ધારાસભ્ય અને તેમનાં સુપુત્ર એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરશે
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાં કાલે રવિવારે વેલકમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લોકોને વિનામૂલ્યે થી મળી રહે તે માટે અઘતન એમ્બ્યુલન્સ ખુલ્લી ગોંડલના પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમનાં સુપત્ર જ્યોતિરાદિત્ય જાડેજા(ગણેશભાઈ) ના વરદ હસ્તે ખુલ્લી મૂકવામાં આવશે આ સમારોહમાં મુખ્ય વિશેષ અતિથિ તરીકે જસદણના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા જસદણના પુર્વ ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય ભાજપ સંગઠનના ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા અને રાજવી શ્રી સત્યજીતકુમાર ખાચર સાહેબ આ તકે ખાસ ઉપસ્થિત રહેશે તો કાલે રવિવારે સવારે ૧૧ કલાકે વેલકમ ચેરીટેબલ ટ્રસ્ટની ઓફીસ ગેબનશા સોસાયટી ખાતે સમયસર ઉપસ્થિત રહેવા માટે ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી દ્વારા જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે.
તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ