અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

સાસુ વહુને સુખી કરવા બહારથી કોઈ આવવાનું જ નથી.

સાસુ વહુને સુખી કરવા બહારથી કોઈ આવવાનું જ નથી.

પહેલા દીકરી જોવા જઈએ તે વખતે દીકરીની માતાપિતા એમ ગર્વથી કહેતા હતા મારી દીકરીને સરસ સ્વાદિષ્ટ રસોઈ બનાવતા આવડે છે .ઘરના કામકાજમાં પણ હોશિયાર છે કઈ કહેવું પડે એમ નથી હવે માતાપિતા એમ કહે છે કે મારી દીકરીને ઘરનું કઈ કામ હમેં કરવા જ દીધું જ નથી પાછા ગર્વ અને અભિમાનથી વાતો કરશે સંયુક્ત અને મોટો પરિવાર હમેશા સારો હોય છે પાચમાંથી ત્રણ ખોટા હશે તો બે તો સાચા હશે જ.
હવે પતિ પત્ની બન્ને બહાર નોકરીઓ કરે એટલે પરિવાર પાડોશીઓ સાથે બોલચાલ વ્યવહાર ઓછો સામાજિક સંબધો ઓછા બંધાય એટલે સમાજનો પણ ડર રહેતો ન
થી .
રોજેરોજ મોબાઇલમાં નવા નવા દીકરા દીકરીઓના પરિચય ફરી રહ્યાછે શિક્ષણ પણ સારું પણ સંબધો ઝટ થતા નથી કેમ કે આ નવી પેઢીને સંબધમાં રસ ઓછો અને હજુ સારું મળશે એમ વિચારો કર્યા કરે છે એમાં ઉંમર વધતી જાય છે પછી યોગ્ય અને લાયક પાત્ર મળતું નથી
આજે મીડલ ક્લાસના ઘરોમાં પણ લગભગ બધી સુવિધાઓ ઉપલબ્ધ હોય છે લોટ ઘંટી પર દળવો પડતો નથી .કપડાં તગારામા ઊંચકી ઊંચકી નદીકિનારે ધોવા લઈ જવાના હોતા નથી .ત્યાં કિનારે ધોકાથી કપડાં ધોવાના નથી ધોયેલા કપડાં પાછા ઉચકીને ઘરે લાવવાના નથી ઘરે ઘરે ઓટોમેટિક કપડાં ધોવાઇ જાય છે અને સૂકાઈ પણ જાય છે મરચા મસાલા અથાણા પાપડ વડી નાનખટાઈ મોહનથાળ ઘરે બનાવવા પડતો નથી બધું જ તૈયાર મળે છે પાણી ભરવા ઘડા લઈ લઈ ડંકી પર જવું પડતું નથી ઘરે જ સ્વીચ પાડો તો પાણી આવી જાય છે ર યર
મનોરંજન માટે ઢગલો ટી.વી .ચેનલો હાજર છે હવે તો ગૃહિણીઓની સેવામાં મોબાઈલ પણ 24/7 હાજર હોય છે છતાં પણ ગૃહિણીઓએને કઈ ખૂટતું લાગે છે .
પહેલા 20 વરસે જ કન્યાના લગ્ન થઈ જતા હતા હવે 30 માં વરસે પણ લગ્ન થતા નથી આમાં સંબંધો રિશ્તા ખલાસ થઈ રહ્યા છે પરિવાર વેરવિખેર થઈ રહ્યા છે એમ કહોને આખો સમાજ તુટી રહ્યો છે .જતા વિચારો તો ખરા આ બધું કેમ થઈ રહ્યું છે 
સાસુ સસરા માતાપિતા જ ગણવા પડશે મોટે ભાગે આધુનિક અને મોર્ડન દેખાવાના કારણે બાળકો સંસ્કાર વગરના થઈ ગયા છે .એમ કહો તો પણ ચાલે કે સંબધો નહીં એકલા સોદા જ થાય છે હવે કોઈ સામેવાલાની સામાજિક પકડ સંસ્કાર શાલીનતા જોતું નથી મનની આંતરિક વિશેષતા જોતું નથી .
શારીરિક દેખાવ સરકારી નોકરી ધનદોલત કાર બંગલો જોવાઇ રહ્યા છે 
એક કડવી હકીકત એ છે કે દીકરાવાલાને મોટા ઘરની દીકરી જોઈએ છે જેથી વધુમાં વધુ કરિયાવર ઘરમાં આવે .દીકરીવાલાને ધનવાન નબીરો જોઈએ છીએ કેમ કે દીકરીને ઘરનું કામકાજ આવડતું નથી નોકર ચાકર કામ કરી શકે .દીકરીને સાસરિયાંમાં કઈ કામ કરવું ના પડે .આ માનસિકતા દીકરીને સાસરિયામાં ટકવા દેશે નહીં  
સાસરિયામાં નોકર ચાકર હોય પરિવારમાં એક જ દીકરો હોય નણંદ ના હોય જેથી દીકરીને બહુ કામ ના કરવું પડે આવા વિચારોમાં પરિવાર નાના થઈ ગયા છે .
દાદાદાદી તો એક બાજુ પણ સાસુ સસરા અને માતાપિતા પણ બોજ લાગવા માંડ્યા.
આજની પેઢી ત્યાગ સમર્પણ બલિદાનની કિંમત જાણી શકતી નથી 
જીવન સારી રીતે જીવવા માટે બે રોટલી અને એક નાના ઘરની જરૂર હોય છે અને વધારે મહત્વનું બે જણ વચ્ચે આપસમાં સ્નેહ લાગણી પ્રેમ તાલમેલ હોવો ખુબ જ જરૂરી છે 
આજે તો દીકરીઓને મોટું ઘર મોટી ગાડી જોઈએ છે ઘરની ગૃહલક્ષ્મીને બદલે ભલે દાસી બનવું પડે કોઈ સ્વમાની તેજ યુવક રાણી બનાવીને રાખે તો ગમતું નથી 
દરેક સાસુએ વહુને દીકરી સમજવી પડશે કેમ કે વહુ જ સુખેદુઃખે કામ લાગશે.વહુએ પણ સાસુ સસરામાં માતાપિતાના દર્શન કરવા પડશે
સાસુ વહુ પતિ પત્નીને સુખી કરવા કોઈ આવવાનું નથી આપણે જાતે જ સુખી થવું પડશે.
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
93769 81427
વધુ નવું વધુ જૂનું