અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણમાં ફૂલ બોડી ચેકઅપ હવે રાહત દરે: ભુવા હોસ્પિટલમાં બુધવારે કેમ્પ

જસદણમાં ફૂલ બોડી ચેકઅપ હવે રાહત દરે: ભુવા હોસ્પિટલમાં બુધવારે કેમ્પ 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાં ભુવા હોસ્પિટલ ખાતે હવે શરીરની ફૂલ બોડીનું ચેકઅપ સરળ અને રાહતદરે બનશે આ અંગે ભુવા હોસ્પિટલના સ્ટાફ દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આગામી તા.૧૫ માર્ચ ૨૦૨૩ ને બુધવારના રોજ તાજેતરમાં ખાનપરરોડ અમુલ પાર્લરની બાજુમાં નિર્માણ પામેલ અઘતન ભુવા હોસ્પિટલ (મો.8866587387) ખાતે માનવ શરીરના જુદા જુદા અંગોના પ્રતિભાવો સામાન્ય છે કે અસામાન્ય તે સમજવા માટે આગામી બુધવારે એક રાહત દરે ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે 
જેથી ઘણાં રોગોથી બચી શકાય હાલના સમયમાં બાળપણ અને યુવાનીમાં અનેક પ્રકારના રોગો અસ્તિવમાં આવ્યાં છે જેથી દર્દીઓની સાથે અન્ય સ્ત્રી પુરુષો પોતાની ક્ષમતા માટે ફુલ બોડી ચેકઅપ કરે તે જરૂરી નહી પણ અત્યંત જરૂરી હોવાથી બુધવારે રાહત દરે જુદાં જુદાં ટેસ્ટનું એક આયોજન કરવામાં આવ્યું છે જેમાં ડાયાબીટીઝ, કિડની, લીવર, થાઇરોઇડ,સંધિવા, અને જુદાં જુદાં કેલિશ્યમ પ્રોટીન, વિટામિન જેવા ૪૦ થી ૫૦ જુદાં જુદાં ફ્કત રાહત દરે ટેસ્ટ કરવાં માટે એક કેમ્પ યોજવામાં આવ્યો છે જેમાં દર્દીઓએ પોતાના નામની નોંધણી હોસ્પિટલએ કરાવી અને ટેસ્ટ કરાવતા પહેલાં આઠ થી બાર કલાક ભૂખ્યા રહેવું પડશે ટેસ્ટ કર્યાં બાદ રિપોર્ટનું માર્ગદર્શન પણ તજજ્ઞ ડોકટરો દ્વારા આપવામાં આવશે એમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું