અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી

અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
 અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ જસદણ શહેરમાં '20 માર્ચ - ચકલી દિવસ' ની ઉજવણી વિના મૂલ્યે ચકલીઘરનું વિતરણ કરીને કરી હતી અને સાથે સાથે પાણીના કુંડા તથા ચણની ડીશનું પણ રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું.
     આ નિમિત્તે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ચકલીઘર લેવા માટે વિતરણ સ્થળે આવ્યા હતા. જેમાં 840 જેટલા ચકલીઘરનું વિના મૂલ્યે અવતાર ટ્રસ્ટ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના આવા પ્રયત્નો દ્રારા જસદણ શહેરમાં ચકલીઓની સંખ્યામાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે, તેવું પક્ષી પ્રેમીઓ જણાવી રહ્યા છે
     અવતાર ટ્રસ્ટ હર હંમેશ માટે જુદી જુદી પર્યાવરણીય પ્રવૃતિઓ કરીને લોકજાગૃતિના કામો કરી પર્યાવરણ ક્ષેત્રે લોકોને પ્રોત્સાહિત કરતી રહી છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું