જસદણના ખોડીયાર મંદિરે મંગળવારે ૨૫મો પાટોત્સવ: મુખ્ય યજમાનપદે દીપકભાઈ હીરપરા
જસદણ શહેરના ચિત્તલિયાકુવા રોડ નજીક આવેલ વિખ્યાત આઈશ્રી ખોડિયાર માતાજીના મંદિરનો ૨૫ મો વાર્ષિક પાટોત્સવ આગામી તા.૨૮ માર્ચ ૨૦૨૩ ને મંગળવારના રોજ થશે જેમાં ગુજરાત સહીત દેશ વિદેશમાં વસતાં હજજારોની સંખ્યામાં હીરપરા પરિવારના સભ્યો મંગળવારે જસદણ પધારશે આ અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે પાટોત્સવ નિમિત્તે સોમવારની પુર્વ સંધ્યાએ માતાજીના ગરબા ગવાશે ત્યારબાદ બીજા દિવસે મંગળવારે સવારથી ૨૫ મો પાટોત્સવ શરૂ થશે આ પાટોત્સવના મુખ્ય યજમાન દીપકભાઈ રણછોડભાઈ હીરપરા છે.આ અંગે આયોજકોએ પાણીથી લઈ આરોગ્ય સુધીની ભાવિકોની કાળજી લઈ તૈયારીઓ હાથ ધરી છે
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352