અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણ પોલીસ દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો

જસદણ પોલીસ દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ સરકારી હોસ્પીટલ ખાતે રવિવારે રાજકોટ ગ્રામ્ય પોલીસ અને જસદણ પોલિસ સ્ટેશન દ્વારા રવિવારે એક રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં બહોળી સંખ્યામાં પોલીસ જવાનો જોડાય રક્તદાન શ્રેષ્ઠ છે એવી અનુભૂતિ કરાવી હતી લોક કલ્યાણકારી આ કાર્યમાં જોડાયેલાં લોકોને જુદી જુદી ગિફ્ટ અને આ ઉપરાંત તમામ રકતદાતાઓનુ બોડી ચેકઅપ કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં જસદણના આગેવાનો ગજેન્દ્રભાઈ રામાણી, ભીખાભાઈ રોકડ, કમલેશભાઈ હીરપરા, અલ્પેશભાઈ રૂપારેલિયા, યોગેશભાઈ સખીયા, રોહિતભાઈ હીરપરા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. કેમ્પને સફળ બનાવવા જસદણ પોલીસે અથાક જહેમત ઉઠાવી હતી.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું