અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણને લાંબા સમય બાદ કાયમી ચિફ ઑફિસર મળ્યાં: આગેવાનો દ્વારા આવકાર

જસદણને લાંબા સમય બાદ કાયમી ચિફ ઑફિસર મળ્યાં: આગેવાનો દ્વારા આવકાર
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ નગરપાલિકામાં લાંબા સમયથી ઇન્ચાર્જ ચીફ ઓફીસરથી ગાડું ગબડતું હતું પણ સરકારે કાયમી ધોરણે ચીફ ઓફીસરની આખરે નિમણુંક કરતાં પ્રજાજનોમાં હવે એક નવી આશાનો સંચાર થયો છે હાલ તો જસદણ નગરપાલિકામાં ભાજપની બોડીની પાંચ વર્ષની સમય મર્યાદા પૂર્ણ થતાં વહીવટદારનું સાશન છે એમાંય ઘણાં સમયથી ચીફ ઓફીસર ઇન્ચાર્જ હોય તેથી અમુક કાર્યો થઈ શકતાં નહોતાં ત્યારે સરકારે ખેડા જિલ્લાના કણજરી નગરપાલિકામાં ફરજ બજાવતાં રાજુભાઈ શેખને જસદણ નગરપાલિકામાં ચીફ ઑફિસર તરીકે નિમણુંક કરતાં જસદણના આગેવાનો અશોકભાઈ ધાધલ, અલ્પેશભાઈ રૂપારેલિયા, જીજ્ઞેશભાઈ હીરપરા, વિજયભાઈ રાઠોડ, ઈમરાનભાઈ ખીમાણી અશોકભાઈ મહેતા, હસુભાઈ ગાંધી સહિતના આગેવાનો એ આવકારીને જણાવ્યું કે નવા ચીફ ઓફીસર પાસેથી નાગરીકોને ઘણી આશા છે તે આવનારા સમયમાં પૂર્ણ કરે તે આજના સમયની માંગ છે અત્રે ઉલ્લેખનીય છે કે જસદણ નગરપાલિકામાં અગાઉ કેશોદથી એક ચીફ ઓફીસરની જસદણ નિમણુંક કરવામાં આવી હતી પણ ગેરરિતીના મામલે તેઓ જસદણ પાલિકામાં ચાર્જ સંભાળે તે પૂર્વે ડીસમિસ થઈ ગયા હતાં.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું